APના ટ્વિટર પોસ્ટમાં વ્હાઇટ હાઉસમાં બે બોમ્બ બ્લાસ્ટ, ઓબામાને ઇજા !

જો કે આ મામલો સામે આવ્યા બાદ તાત્કાલિક એપી અને વ્હાઇટ હાઇસે તેનું ખંડન કર્યું હતું. એપીના પ્રવક્તાએ આને બનાવતી ટ્વિટ ગણાવી હતી. ત્યારબાદ એપીએ પોતાના ટ્વિટર ખાતાને સસ્પેંડ કરી દિધું હતું.
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસની વિશ્વનિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેના ટ્વિટર ખાતાને 20 લાખ લોકો ફોલો કરે છે. તેની ટ્વિટને ઘણી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. ભારતીય સમયનુસાર મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગે એપીના ટ્વિટર ખાતામાંથી વ્હાઇટ હાઇસમાં થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઇજા પહોંચી હોવાની ખોટી માહિતી હેકરોએ ટ્વિટ કરી હતી. આ બનાવટી ટ્વિટથી અમેરિકન બજારોમાં પણ થોડીવાર માટે નરમાઇ જોવા મળી હતી.
આ ઘટનાની થોડીવાર બાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તા જે કાર્નીએ કહ્યું હતું કે કોઇ બ્લાસ્ટ થયો નથી અને રાષ્ટ્રપતિ બરાક ઓબામા સુરક્ષિત છે. સિરીયન ઇલેકટ્રોનિક આર્મીએ એપીના ટ્વિટર એકાઉન્ટને હેક કરવાની જવાબદારી લીધી છે.












Click it and Unblock the Notifications
