For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂકાં કપડાં પહેરી સંસદ પહોંચી મહિલા સાંસદ, ટ્રોલર્સે આપી રેપની ધમકી

ટૂકાં કપડાં પહેરી સંસદ પહોંચી મહિલા સાંસદ, રેપની ધમકી મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બ્રાઝીલની એક મહિલા રાજનેતાને સંસદમાં તેના ટૂકા ડ્રેસના કારણે સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેમને નિશાન બનાવ્યા. ઉલ્લેખનીય છે કે મહિલા રાજનેતા એક કાર્યક્રમ દરમિયાન લો-કટ ડ્રેસ પહેરીને સંસદ પહોંચ્યાં. તેમના ડ્રેસને લઈ કેટલાય યૂઝર્સે તેમના વખાણ કર્યાં. જ્યારે બ્રાઝિલના મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ કેટલાક યૂઝર્સે તેમને ઘેરી લીધાં અને વિવિધ પ્રકારના સવાલો ઉઠાવ્યા. એટલું જ નહિ, કેટલાક યૂઝર્સે તો આ મહિલા સાંસદનો રેપ કરવાની ધમકી સુધી આપી દીધી. જો કે મહિલા સાંસદે આ ધમકીઓની પરવા કર્યા વિના ટ્રોલ કરનાર યૂઝર્સને કરારો જવાબ આપ્યો છે.

બ્રાઝિલની મહિલા સાંસદના ડ્રેસને લઈ મચ્યો બબાલ

બ્રાઝિલની મહિલા સાંસદના ડ્રેસને લઈ મચ્યો બબાલ

આખો મામલો બ્રાઝિલની સાંસદ એના પાઉલા દા સિલ્વા સાથે જોડાયેલ છે. એના પાઉલા બ્રાઝિલની સંસદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લો-કટ ડ્રરેસ પહેરીને પહોંચી ગઈ હતી. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર આવ્યા બાદ કેટલાય યૂઝર્સે તેમના વખાણ કર્યાં. કેટલાય ઑનલાઈન યૂઝર્સે તર્ક આપ્યો કે એક રાજનેતાના કપડાંથી કંઈ ફરક ન પડે, જો કે કેટલાક યૂઝર્સે સાંસદના ડ્રેસને અનુચિત અને ચોંકાવનારા કપડાંની બ્રાંડિંગ કરવાની વાત કહી છે.

લો-કટ ડ્રેસને લઈ યૂઝર્સે ધમકી આપી

લો-કટ ડ્રેસને લઈ યૂઝર્સે ધમકી આપી

બ્રાઝિલના મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટલાક ઓનલાઈન યૂઝર્સ એવા પણ હતા જેમણે મહિલા સાંસદની તસવીર પર કોમેન્ટ કરતા રેપ સુધીની ધમકી આપી દીધી. જો કે 43 વર્ષીય મહિલા સાંસદ એના પાઉલા આ યૂઝર્સની ધમકીઓથી ઘભરાઈ નહિ, બલકે તેને કરારો જવાબ આપ્યો. પોતાના ડ્રેસને લઈ વિવાદ પર તેમણે કહ્યું કે હું જેવી છું, તેવી જ રહીશ. હું હંમેશા આવી જ ટાઈટ અને લો-કટ ડ્રેસ પહેરું છું અને તે પહેરવાં ચાલુ જ રાખીશ જે હું ઈચ્છું છું.

મહિલા સાંસદે ટ્રોલર્સને જવાબ આપ્યો

મહિલા સાંસદે ટ્રોલર્સને જવાબ આપ્યો

બ્રાઝિલની સાંસદ એના પાઉલાએ પૂરા મામલા પર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેના કપડાંથી તેના કામને કોઈ લેવાદેવા નથી. ઉપરાંત જે યૂઝર્સે ધમકીઓ આપી છે તેમની વિરુદ્ધ તેઓએ કેસ દાખલ કરવાની વાત પણ કહી છે. સાંસદ એના સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે, હંમેશા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેમનું ફેન ફોલોઈંગ પણ લાંબું છે. જણાવી દઈએ કે મહિલા સાંસદે સંસદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે બાદ વિવાદ ઉભો થયો હતો.

સાંસદ બોલી- હું જેવી છું તેવી જ રહીશ

સાંસદ બોલી- હું જેવી છું તેવી જ રહીશ

43 વર્ષીય એના પાઉલા દા સિલ્વા આ વર્ષે જાન્યુઆરીમાં સાંસદ બની ચૂકી છે. બ્રાઝિલના દક્ષિણ-પૂર્વી તટ પર સ્થિત સાંટા કેટરીના સીટથી તેમણે જીત નોંધાવી છે. તેમને 50 હજારથી વધુ વોટથી જીત મળી છે. અગાઉ એના મેયર પણ રહી ચૂકી છે. તેમણે બૉમ્બિન્હાસ શહેરના મેયર તરીકે કાર્ય કર્યું છે.

રાફેલ ડીલ પર મનોહર પરિકરની નોટ આવી સામે, લખી હતી આ વાત રાફેલ ડીલ પર મનોહર પરિકરની નોટ આવી સામે, લખી હતી આ વાત

English summary
Female politician received rape threats after wearing a very low cut dress in parliament Brazil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X