લંડનમાં 27 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, અનેક ફસાયા

Posted By:
Subscribe to Oneindia News

લંડનની એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 40 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને લગભગ 200 ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓ આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બિલ્ડીંગમાં અનેક લોકો મોટી સંખ્યામાં ફસાયેલા છે. અને ફાયર અધિકારીઓ તેમને બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો.

london

પ્રાપ્ત થતી માહિતી મુજબ પશ્ચિમ લંડનના લાટિમર રોડ પર આવેલ આ બિલ્ડિંગના તમામ માળમાં એક પછી એક આ આગ ફેલાઇ જતા આ આપાતકાલીન સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હાલ તો ફાયર અધિકારીઓ ઇજાગ્રસ્તો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો અંદર ફસાયેલા હોવાથી હાલ ત્યાં સ્થિતિ ગંભીર છે.

English summary
Fire engulfs 27 storey tower block in Latimer Road, west London. 40 fire engines & 200 firefighters at the spot.
Please Wait while comments are loading...