કોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO
વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ કહ્યુ છે કે કોરોના વાયરસ વિશે પહેલુ એલર્ટ ચીન તરફથી મળ્યુ નહોતુ.
વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ કહ્યુ છે કે કોરોના વાયરસ વિશે પહેલુ એલર્ટ ચીન તરફથી મળ્યુ નહોતુ. આની પહેલી સૂચના તેમના ડબ્લ્યુએચઓ કાર્યાલયે આપી નહોતી. ડબ્લ્યુએચઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે ચીનના વુહાનમાં નિમોનિયા જેવા કેસો વિશે સૌથી પહેલા ચીનમાં અમારા તરફથી સૂચના આપવામાં આવી નહિ કે ચીન તરફથી. ડબ્લ્યુએચઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ આરોપોને પણ ફગાવી દીધા છે જેમાં ટ્રમ્પે કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્રની આ સંંસ્થા મહામારીની સૂચનાઓને પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા અને ચીનને ખુશ કરવામાં લાગી રહ્યા.

વળી, વિશ્વ આરોગ્ય સંગઠનના ઈમરજન્સી સંબંધી સ્થિતિઓના પ્રમુખ ડૉ. માઈકલ રયાને કહ્યુ છે કે કોરોના વાયરસ સંક્રમણનના હાલના સમયમાં લડવાની જરૂર છે નહિ કે આના પર ધ્યાન આપવાની કે આ સંક્રમણનો બીજો દોર ક્યારે આવશે. તેમણે કહ્યુ કે જો લોકો કોરોના વાયરસના વર્તમાન સમયમાં લડવાની સીખ શીખે તો બીજા દોરમાં લડવા માટે દુનિયા ઘણી સારી સ્થિતિમાં હશે.
તેમનુ કહેવુ છે કે સરકારોએ પોતાના દેશોમાં બિમારીની સ્થિતિ પર આધારિત નીતિઓની રૂપરેખા બનાવવી જોઈએ. રયાને કહ્યુ કે દુનિયાભરમાં કોરોના વાયરસના પહેલા દોરમાં બીજી વાર સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોા સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આખી દુનિયામાં 1.11 કરોડથી વધુ લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. આખી દુનિયામાં કોરોનાથી મરનારની સંખ્યા પાંચ લાખને પાર પહોંચી ગી છે.












Click it and Unblock the Notifications
