પાકિસ્તાનમાં અલકાયદા ઇન્ડિયાના 5 આતંકીઓની ધરપકડ
ઇસ્લામાબાદ, 12 ડિસેમ્બર: પાકિસ્તાન પોલીસે નૌકાદળના પતન પર આતંકવાદી હુમલામાં કથિત રીતે સંલિપ્ત રહેલા નવગઠિત આતંકવાદી સંગઠન અલકાયદા ઇન્ડિયા (AQI)ના પાંચ આંતકવાદીઓની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના નૌકાદળના પતન પર આ આતંકવાદી હુમલો આ જ વર્ષે સપ્ટેમ્બરમાં થયો હતો.

સીઆઇડીના એક અધિકારીએ જણાવ્યું કે કારી શાહિદ ઉસ્માન કરાચીમાં એક્યૂઆઇનો પ્રમુખ છે. પાકિસ્તાનમાં તેનો સાગરિત અસીમ ઉમેર છે. અધિકારીનો દાવો છે કે શંકાશીલ આતંકવાદીઓએ નૌકાદળના પતન પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચ્યું અને તેને અંજામ આપ્યું.












Click it and Unblock the Notifications
