For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2020: ડોનાલ્ડ ટ્રમ્પના એવાં કામ જે વિશ્વનેતા તરીકે યાદ રખાશે

Flashback 2020: ડોનાલ્ડ ટ્રમ્પના એવાં કામ જે વિશ્વનેતા તરીકે યાદ રખાશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 2020ની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં હાર્યા છે. હવે 20 જાન્યુઆરીએ જો બિડેન અમેરિકાના નવા પ્રેસિડેન્ટ હશે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહેવામાં આવે છે કે તેઓ 2016માં પ્રેસિડેન્ટ બન્યા બાદ જેવા હતા તેવા જ આજે પણ છે. આ કારણે જ જે હુમલાખોર અને તીખા અંદાજમાં બોલવાને પગલે તેમને જીત મળી હતી તેને કારણે જ આ વખતે તેમણે હારનો સામનો કરવો પડ્યો. મતદાતાઓને પાછલી વખતે પ્રેસિડેન્ટ પર સવાલ ઉઠાવતા ટ્રમ્પ સારા લાગ્યા હતા પરંતુ પ્રેસિડેન્ટ થયા બાદ જ્યારે બીજીવાર મેદાનમાં ઉતર્યા તો મતદાતાએ તેમને રિજેક્ટ કરી દીધા. આલોચક તેમના વિશે ભલે જે કહેવું હોય તે કહે પરંતુ તેમણે પ્રેસિડેન્ટ તરીકે અલગ ઓળખ બનાવી છે. પ્રેસિડેન્ટ રહેતાં ટ્રમ્પે પહેલ કરી એવાં કામ કર્યાં જેમણે વિશ્વના ઈતિહાસ પલટ પર તેમનું નોંધી દીધું.

મધ્ય પૂર્વ માટે નવા યુગની શરૂઆત

મધ્ય પૂર્વ માટે નવા યુગની શરૂઆત

અમેરિકી પ્રેસિડેન્ટે પોતાના પ્રયાસોથી એક એવું કામ કર્યું જે ના માત્ર આ વર્ષનું બલકે તેમના આખા કાર્યકાળનું સૌથી વડું કામમ કહી શકાય છે. આ કામ હતું મધ્ય પૂર્વના બે કટ્ટર વિરોધીઓ ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતમાં શાંતિ સમજૂતી કરાવવી. ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી તમામને ચોંકાવી દીધા હતા કે અરબના પ્રમુખ મુસ્લિમ તાકાત યૂએઈ યહૂદી રાજ્ય ઈઝરાયેલ સાથે પોતાના સંબંધો જોડવા માટે તૈયાર થઈ ગયા છે. અગાઉ અરબ દેશ ફિલસ્તીન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધી ઈઝરાયેલને માન્યતા આપવાથી ઈનકાર કરતા રહ્યા હતા. ટ્રમ્પના આ પગલાંથી મધ્ય પૂર્વમાં તેમની નીતિ સફળ તરીકે જોવામાં આવી છે. આ સમજૂતી કરાવવામા તેમના જમાઈ જેરેડ કુશનરનું પ્રમુખ યોગદાન રહ્યું હતું.

30 દિવસમાં બીજો દેશ પણ આવ્યો હતો

30 દિવસમાં બીજો દેશ પણ આવ્યો હતો

યૂએઈ સાથે સમજૂતીના 30 દિવસ વીતી ગયા હતા અને તેમની ચર્ચા અરબ દેશોની સાથે મુસ્લિમ દેશોમાં ચાલી રહી હતી કે 11 સપ્ટેમ્બરે ટ્રમ્પે વધુ એક ઘોષણા કરી કે યૂએઈ બાદ બહરીન પણ ઈઝરાયેલ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર છે. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું, "આજે વધુ એક ઐતિહાસિક સફળતા. આપણા બે મહાન મિત્ર ઈઝરાયેલ અને બેહરીનના રાજા શાંતિ સમજૂતી માટે સહમત થઈ ગયા છે. 30 દિવસમાં ઈઝરાયેલ સાથે શાંતિ સ્થાપિત કરનાર બીજો અરબ દેશય" જેના ચાર દિવસ બાદ 15 સપ્ટેમ્બરે બંને દેશો યૂએઈ અને બેહરીને અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં ટ્રમ્પની હાજરીમાં ઈઝરાયેલ સાથે ઐતિહાસિક ઈબ્રાહિમ સંધિ પર હસ્તાક્ષર કર્યા.

થોડા દિવસ બાદ ઓક્ટોબરમાં વધુ એક અરબ દેશ સૂદાને પણ ઈઝરાયેલ સાથે સંબંધ શરૂ કરવાની પોતાની સહમતી આપી દીધી. 24 ઓક્ટોબરે પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઘોષણા કરી કે યૂએઈ અને બેહરીન બાદ સૂદાને પણ ઈઝરાયેલ સાથે સંબંધો સ્થાપવા માટે સહમતિ આપી દીધી છે. આ સંબંધોને સામાન્ય કરવા માટે ટ્રમ્પને ભવિષ્યમાં યાદ રાખવામાં આવશે.

અફઘાન સરકાર- તાલિબાનમાં ઐતિહાસિક શાંતિ વાર્તાની શરૂઆત

અફઘાન સરકાર- તાલિબાનમાં ઐતિહાસિક શાંતિ વાર્તાની શરૂઆત

જે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચે શાંતિનો પાયો રાખી રહ્યા હતા તે સમયે વધુ એક વડું કામ અફઘાન અને તાલિબાન વચ્ચે વાતચીતને લઈને પણ થઈ રહ્યું હતું. આખરે 12 સપ્ટેમ્બરે કતારની રાજધાની દોહામાં અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન નેતાઓ વચ્ચે ઐતિહાસિક વાર્તા શરૂ થઈ. આ વાર્તાને મહત્વપૂર્ણ બનાવવા માટે ટ્રમ્પ પ્રશાસને દુનિયાના પ્રમુખ દેશોને પણ તેમાં સામેલ કર્યા હતા જેમાં ભારત પણ સામેલ હતું.

અમેરિકા લાંબા સમયથી અફઘાનિસ્તાનથી નિકળવા માંગી રહ્યું છે. આના માટે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત થવી જરૂરી હતી અને આ તાલિબાન અને અફઘાન સરકારમાં વાતચીત વિના સંભવ નહોતું. તમામ કોશિશો છતાં તાલિબાનને ખતમ ના કરી શકાયું અને હવે વાતચીત જ માધ્યમ બચ્યું હતું. ટ્રમ્પના પૂર્વવર્તી ઓબામા પ્રશાસનમાં પણ આ કોશિશ થઈ હતી પરંતુ સફળતા નહોતી મળી. આખરે ટ્રમ્પ પ્રશાસને શરૂઆતમાં પાકિસ્તાન પર બનાવેલ દબાણ કામ આવ્યું અને પાકિસ્તાને તાલિબાનને વાર્તાના ટેબલ પર ધકેલ્યું. જ્યારે અમેરિકી પ્રશાસને અફઘાનિસ્તાન સરકાર પર પણ દબાણ રાખ્યું જેને પગલે અફઘાનિસ્તાન પ્રશાસને ઘણી સંખ્યામાં તાલિબાન કેદીઓને છોડવા પાડ્યા. લાંબા પ્રયાસો બાદ 12 સપ્ટેમ્બરે શનિવારે દોહામાં અફઘાનિસ્તાન અને તાલિબાનની આમને સામને બેઠક થઈ.

વર્ષ જતાં- જતાં વધુ એક મોટું કામ કરી ગયા

વર્ષ જતાં- જતાં વધુ એક મોટું કામ કરી ગયા

વર્ષ જતાં જતાં ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વમાં શાંતિ માટે વધુ એક વડું કામ કરતા ગયા. મધ્ય પૂર્વના પ્રમુખ મુસ્લિમ દેશ સંયુક્ત અરબ અમીરાત અને બેહરીન બાદ હવે ઉત્તરી આફ્રિકાના દેશ મોરક્કોને પણ ઈઝરાયેલ સાથે સંબંધ રાખવા પર સહમત કરી લીધા.

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું, "આજે વધુ એક ઐતિહાસિક ઘટનાક્રમ છે. આપણા બે મહાન દોસ્ત ઈઝરાયેલ અને મોરક્કો સામ્રાજ્ય એક બીજા સાથે પૂર્ણ રાજનૈતિક સંબંધ સ્થાપિત કરવા પર સહમત થઈ ગયા છે. મધ્ય પૂર્વમાં શાંતિની વધુ એક સફળતા."

આ સંબંધને બનાવી રાખવા માટે ટ્રમ્પે પશ્ચિમી સહારા પર મોરક્કોની સંપ્રભુતાને માન્યતા આપી. પશ્ચિમી સહારા પર મોરક્કોની માન્યતા આપવાના પોતાના ફેસલા પાછળ મોરક્કો અને અમેરિકાના ઐતિહાસિક સંબંધોનો હવાલો આપ્યો. "મોરક્કોએ 1777માં સંયુક્ત રાજ્ય અમેરિકાને માન્યતા આપી હતી. આવી જ રીતે અમે પશ્ચિમી સહારા પર તેમની સંપ્રભુતાને માન્યતા આપી યોગ્ય કર્યું છે." જણાવી દઈએ કે 1775માં અમેરિકાની સ્વતંત્રતાના આગલા વર્ષે 1777માં જ મોરક્કોએ તેને માન્યતા આપી દીધી હતી.

ટ્રમ્પનો મધ્ય પૂર્વ શાંતિ યોજના પ્રસ્તાવ

ટ્રમ્પનો મધ્ય પૂર્વ શાંતિ યોજના પ્રસ્તાવ

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં જ ડોનાલ્ડ ટ્મ્પે બહુપ્રતીક્ષિત મધ્ય પૂર્વ શાંતિ યોજના રજૂ કરી હતી. આ યોજના અંતર્ગત મધ્ય પૂર્વના સૌથી વડા ઈઝરાયેલ- ફિલિસ્તીન મુદ્દાને સોલ્વ કરવાની વાત કહેવામાં આવી હતી. વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બિન્યામિન નેતન્યાહૂ સાથે ઉભા થઈ આ યોજનાને શઆંતિ માટે આખરી અવસર ગણાવ્યો હતો.

કોરોના વાળા વર્ષ 2020માં ગુજરાતના 21.8% ઘરમાં એક ટક પણ ચૂલ્હો ના સળગ્યોકોરોના વાળા વર્ષ 2020માં ગુજરાતના 21.8% ઘરમાં એક ટક પણ ચૂલ્હો ના સળગ્યો

આ પહેલો અવસર હતો જ્યારે ઈઝરાયલે શાંતિ યોજના અંતર્ગત એક પ્રસ્તાવિત નક્શો જાહેર કર્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફિલિસ્તીન કઈ તરફ હશે. ઘોષણામાં ટ્રમ્પે કહ્યું હતું કે પૂર્વી યરૂશલમમાં ફિલિસ્તીનની રાજધાની રહેશે. તેમણે અહીં અમેરિકી દૂતાવાત ખોલવાની પણ વાત કહી હતી.

ટ્રમ્પે કહ્યું કે આ યોજના અંતર્ગત કોઈપણ ઈઝરાયલી અથવા ફિલિસ્તીનનું ઘર હટાવવામાં નહિ આવે પરંતુ તેમણે વેસ્ટ બેંક પર ઈઝરાયલી કબ્જો યથાવત રાખવાની વાત કહી હતી. ટ્રમ્પના આ પ્રસ્તાવને ફિલિસ્તીની નેતાઓએ ફગાવી દીધો હતો છતાં ટ્રમ્પે એ નેતાઓમાં સામેલ રહ્યા જેમની સાથે ઈઝરાયેલે પહેલીવાર ફિલિસ્તીન ક્ષેત્રને લઈ પ્રસ્તાવ આપ્યો.

તાઈવાન સાથે ફરી સંબંધ વધાર્યા

તાઈવાન સાથે ફરી સંબંધ વધાર્યા

અમેરિકા અને ચીનથી તનાતની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર આવી સક્રિયતા દેખાડી જે પાછલા રાષ્ટ્રપતિઓએ ક્યારે ના દેખાડી. ટ્રેડ વોરમાં ચીન પર એક પછી એક પ્રતિબંધો લગાવવાના પરિણામ સ્વરૂપે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાની બેઠકમાં શી જિનપિંગે ચીનની આગલી પાંચવર્ષીય યોજનામાં અર્થવ્યવસ્થાને નિકાસ આધારિતથી પલટાવી ઘરેલૂ બજારની પ્રમુખતા વાળી બનાવવા પર જોર આપ્યું પરંતુ આ બધાથી વડું કામ ટ્રમ્પે તાઈવાનના મુદ્દા પર કર્યું.

1979માં ટીને વન ચાઈના નીતિ અંતર્ગત તાઈવાનને ચીનનો ભાગ માનતાં રાજનયિક સંબંધ ખતમ કરી નાખ્યા. જો કે વેપાર સંબંધ ચાલુ રહ્યા હતા. પરંતુ આ વર્ષે જ્યારે 41 વર્ષ બાદ પહેલીવાર અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી તાઈવાન પહોંચ્યા તો ચીન દંગ રહી ગયું. જેના થોડા દિવસ બાદ તાઈવાન અને અમેરિકા વચ્ચે 1.8 અબજ ડોલરની રક્ષા સમજૂતીની જાણકારી સામે આવી જેને પગલે ચીન ઘણું નારાજ થયું.

English summary
Flashback 2020: because of these historical work donald trump will be remembered as a world leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X