માતાએ દિકરીને સુંદર અને નમણી બનાવવા ખવડાવ્યા કીડા!
ફ્લોરિડા, પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે માતા-પિતા પોતાના બાળકોની સાથે કઇ હદ સુધી ક્રૂર વર્તન કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદારણ સામે આવ્યું છે. અમેરિકાના ફ્લોરિડામાં એક ચોંકાવનારા અને દુ:ખદ કિસ્સામાં એક માતા પોતાની દિકરીને સુંદર અને નમણી બનાવવા માટે તેને કીડા ખવડાવી રહી હતી.

તપાસમાં સગીરાના પેટમાંથી ફીતા કૃમી(ટેપ વર્મ) મળી આવ્યા. સૌંદર્ય સ્પર્ધામાં ભાગ અપાવવા માટે માતા પોતાની દિકરીનું વજન ઓછું કરવા ઇચ્છી રહી હતી. જ્યારે સગીરાને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ભર્તી કરવામાં આવી તો પહેલા ડોક્ટરે વિચાર્યું કે યુવતી ગર્ભવતી હોઇ શકે છે, પરંતુ તપાસમાં એવું કંઇપણ ના નીકળ્યું. જોકે તપાસ દરમિયાન તેના આતરડામાં સોઝા દેખાયા. પરંતુ જ્યારે નર્સ તેને ટોયલેટ લઇને ગઇ તો તેના પેટના દુ:ખાવાનું અસલી કારણ સામે આવી ગયું.
એક ટીવી કાર્યક્રમમાં આ નર્સે આ સમગ્ર ઘટના પરથી પરદો ઉઠાવ્યો હતો. બાદમાં તે મહિલાથી જાણવા મળ્યું કે તે મેક્સિકોના ફીતા કૃમીના ઇડા ખરીદીને લાવતી હતી અને પોતાની દિકરીને ખાવા માટે મજબૂર કરતી હતી જેથી તેનું વજન ઓછું થઇ શકે, અને તે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઇ શકે.
જોકે મહિલા આરોપીએ તેની દિકરીની માફી માંગી લીધી છે અને તેણે પોતાની દિકરીને જણાવ્યું કે તેણે આવું તેને સુંદર બનાવવા માટે કર્યું હતું. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે તે મહિલા વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ છે કે નહીં.












Click it and Unblock the Notifications
