પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પણ ગાયો 'નમો-નમો'નો રાગ
ઇસ્લામાબાદ, 16 એપ્રિલ: હાલમાં દેશભરમાં ચૂંટણીનો મહોત્સવ ચાલે છે. જેમાં આખા દેશ દુનિયામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોદી વિશેની ચર્ચાઓ અમેરિકામાંજ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ થવા લાગી છે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન તહરીક એ ઇંસાફ પીટીઆઇના નેતા ખુર્શીદ મહમૂદ કસૂરીએ જણાવ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન બની પણ ગયા તો તેઓ પાકિસ્તાન પ્રત્યે આક્રમક વલણ નહીં અપનાવે.

અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી દેશમાંથી એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમણે અમેરિકા સિવાય અન્ય દેશો જેવા કે જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશો સાથે પોતાના સંબંધો સારા રાખ્યા છે. અને વિશ્વમાં લોકચાહના મેળવી છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી દ્વારા નરેન્દ્ર મોદીના વખાણ કરવા એ મોદી માટે વડાપ્રધાન બનતા પહેલા જ ખૂબ જ મોટી બાબત છે.












Click it and Unblock the Notifications
