ફોર્મ્યુલાવન ચેમ્પિયન માઇકલ શૂમાકર કોમામાંથી બહાર, હોસ્પિટલે રજા આપી
મેડ્રિડ, 16 જૂન : સાત વાર ફોર્મ્યુલા વન ચેમ્પિયન માઇકલ શૂમાકર ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રાન્સમાં યોજાયેલી સ્કિઇંગ દુર્ઘટના બાદ લાંબા સમયથી ચાલી રહેલા ઇલાજ બાદ કોમામાંથી બહાર આવ્યા છે. આ અંગે શૂમાકરની મેનેજમેન્ટ કંપનીએ જણાવ્યું છે કે હવે શૂમાકરને હોસ્પિટલમાંથી પણ રજા મળી ગઇ છે.
શૂમાકરને પાછલા વર્ષે ફ્રેન્ચ આલ્પ્સમાં થયેલી જીવલેણ ઇજા બાદ લાંબા સમય સુધી કોમામાં સરી પડ્યા હતા. તેમને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણે તેમના સાજા થવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આ અંગે સ્કાઇ ન્યૂઝ ડોટ કોમના જણાવ્યા અનુસાર શૂમાકરની પ્રબંધન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે શૂમાકરે ગ્રેનોબલ હોસ્પિટલ છોડી દીધી છે. તેઓ લાંબા સમય સુધી સુધારણા કાર્યક્રમમાં ભાગ લેશે. કારણ કે હવે તેઓ કોમામાં નથી.
આ અંગે શૂમાકરના પરિવારે તેમના ઇલાજ બદલ ડોક્ટર્સનો આભાર પણ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત પરિવારે એ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે જેમણે દુર્ઘટના પછી તરત જ શૂમાકરને સારવાર આપી હતી.
આ દુર્ઘટના ઘટી તે સમયે શૂમાકર 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી સ્કીઇંગ કરી રહ્યા હતા. તેઓ એક વૃક્ષ સાથે ટકરાયા હતા. જો કે હેલ્મેટને કારણે તેમનો જીવ બચી ગયો હતો.












Click it and Unblock the Notifications
