For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસમાં પણ સામે આવ્યો બ્રિટનથી ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ, બાકીના દેશોમાં ડર

ફ્રાંસમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

New Coronavirus Variant In France: ફ્રાંસમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. ફ્રાંસના આરોગ્ય મંત્રાલયે એ વાતની પુષ્ટિ કરી છે. ત્યાંની સ્થાનિક મીડિયાએ આરોગ્ય મંત્રાલયનો હવાલો આપીને જણાવ્યુ કે બ્રિટનથી હાલમાં જ પાછો આવેલ એક ફ્રાંસનો નાગરિક ટ્યુર્સ શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે જો કે હજુ આ વ્યક્તિમાં સંક્રમણના કોઈ લક્ષણ તો દેખાયા નથી પરંતુ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. સાવચેતી રૂપે વ્યક્તિને હાલમાં હોમ ક્વૉરંટાઈનમાં રાખવામાં આવ્યો છે. આ વ્યક્તિ 19 ડિસેમ્બરે લંડનથી આવ્યો હતો. 21 ડિસેમ્બરે એક હોસ્પિટલમાં વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી.

coronavirus

કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન વિશે સૌથી પહેલા બ્રિટનમાં જાણવા મળ્યુ છે. કોરોનાના આ સ્ટ્રેન વિશે બાકીના દેશોમાં પણ ડર છે. હાલમાં ભારતમાં આનો એક પણ કેસ સામે આવ્યો નથી. 50થી વધુ દેશોએ યુકે સાથે પોતાની હવાઈ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધા છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની પુષ્ટિ નવેમ્બર મહિનામાં થઈ હતી. બ્રિટનનો આ નવો કોરોના સ્ટ્રેનનો કેસ નેધરલેન્ડ, જર્મની, ઑસ્ટ્રેલિયા સહિત અન્ય દેશમાં પણ જોવા મળ્યો છે.

નાઈજીરિયામાં પણ મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન

બ્રિટન અને દક્ષિણ આફ્રિકા બાદ હવે આફ્રિકી દેશ નાઈજીરિયામાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે. ગુરુવાર(24 ડિસેમ્બર)ના રોજ આફ્રિકાના મોટા સાર્વજનિક આરોગ્ય અધિકારીએ આ વાતની પુષ્ટિ કરીને કહ્યુ કે નાઈજીરિયામાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. તેમણે એ પણ કહ્યુ કે બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના કોરોના સ્ટ્રેનથી નાઈજીરિયામાં જોવા મળેલ સ્ટ્રેન અલગ છે. બુધવારે (23 ડિસેમ્બર) બ્રિટનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલ બે મુસાફરોમાં કોરોનાનો એક નવો સ્ટ્રેન મળ્યો છે. આ નવા સ્ટ્રેનને બ્રિટિશ આરોગ્ય મંત્રીએ 70 ટકા વધુ સંક્રામક બતાવ્યો હતો.

પીએમ મોદી આજે 1 કરોડ જમ્મુ કાશ્મીરવાસીઓને આપશે 'સેહત'ની ભેટપીએમ મોદી આજે 1 કરોડ જમ્મુ કાશ્મીરવાસીઓને આપશે 'સેહત'ની ભેટ

English summary
France confirms first case of new coronavirus variant in London returnee emerged in Britain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X