ફ્રાન્સમાં ગે-લેસ્બિયન્સના લગ્નને મળી મંજૂરી
પેરિસ, 19 મે: લાંબી ચર્ચા બાદ ફ્રાન્સમાં સમલૈંગિક વિવાહ કાયદાને મંજૂરી મળી ગઇ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એફ. ઓલાંદે બિલની મંજૂરી બાદ આના પર પોતાના હસ્તાક્ષર કરી તેને પસાર કરી દિધો હતો. આ કાયદાને મંજૂરી મળ્યા બાદ ફ્રાન્સ દુનિયાનો 14મો એવો દેશ બની જશે જ્યાં સમલૈગિંક વિવાહોને મંજૂરી આપવામાં આવી હોય.
ફ્રાન્સના આધિકારીક પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંવૈધાનિક પરિષદે આ વિધેયકને પોતાની માન્યતા આપી દિધી છે, પરંતુ આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા ન હતા. બધા દળોની મંજૂરીને જોતાં આજે રાષ્ટ્રપતિ એફ ઓલાંદે પણ પોતાની પોતાની મંજૂરી આપી દિધી છે.

વિપક્ષીઓની નારાજગી છતાં સમલૈગિંક વિવાહને મંજૂરી આપવી ફ્રાન્સના રાજકીત ઇતિહાસમાં બીજું મોટું પગલું માનવામાં આવે છે. આ પહેલાં 1981માં મોતની સજાને ખતમ કરી દેવી ફ્રાન્સના સમાજ સુધારની દિશામાં મહત્વપુર્ણ પગલું માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
