For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસના પ્રેસિડેન્ટ મૈક્રોં સ્પાઈવેર પેગાસસના સંભવિત ટાર્ગેટમાં સામેલઃ રિપોર્ટ

ફ્રાંસના પ્રેસિડેન્ટ મૈક્રોં સ્પાઈવેર પેગાસસના સંભવિત ટાર્ગેટમાં સામેલઃ રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈન્યુઅલ મૈક્રો અને તેમની સરકારની શીર્ષ સભ્યો દ્વારા ઉપયોગ કરાતા ફોન નંબર સ્પાઈવેર પેગાસસના સંભાવિત ટાર્ગેટમાં સામેલ હતા. પેગાસસના સંભવિત ટાર્ગેટ નંબરોની યાદી લીક કરનાર એનજીઓએ મંગળવારે આ જાણકારી આપી.

emanual macron

ફૉરબિડેન સ્ટોરીજના પ્રમુખ લૉરેંટ રિચર્ડે LCI ટેલીવિઝનને કહ્યું કે, 'અમને આ નંબર મળ્યા પરંતુ હજી સ્પષ્ટ રપે ઈમેન્યૂઅલ મૈક્રોંના ફોનનું વિશ્લેષણ નથી કરી શક્યા કે શું તેમનો ફોન મેલવેરથી સંક્રમિત હતો કે નહી.'

તેમણે કહ્યુ્ં કે આ દેખાડે છે કે આવું કરવામાં કોઈને રૂચિ હતી.

મૈક્રોંના કાર્યાલયના એક પ્રવક્તાએ કહ્યું કે- જો આ તથ્ય સાબિત થઈ જાય છે તો આ સ્પષ્ટ રૂપે બહુ ગંભીર છે.

પેરિસ સ્થિત નૉન-પ્રોફિટેબલ મીડિયા સંસ્થા ફૉરબિડન સ્ટોરીજ અને એમનેસ્ટી ઈન્ટરનેશનલ પાસે શરૂમાં લીક થયેલ નંબર સુધી પહોંચ હતી, જે બાદ તેમણે ધી વૉશિંગ્ટન પોસ્ટ, ધી ગાર્ડિયન અને લે મોંડે સહિત મીડિયા સંગઠનો સાથે શેર કર્યા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મૈક્રોંનો ફોન એવા 50 હજાર લોકોમાંથી એક હતો, જેમના વિશે માનવામાં આવી રહ્યું છે કે 2016 બાદથી ઈઝરાયલી ફર્મ એનએસઓ, જેણે પેગાસસ સાઈબર-દેખરેખની ટેક્નોલોજી બનાવી, ના ગ્રાહકો દ્વારા પીપુલ ઑફ ઈન્ટરેસ્ટના રૂપમાં ઓળખવામાં આવ્યા છે.

જેના દ્વારા દુનિયાભરના કાર્યકર્તાઓ, પત્રકારો અને રાજનેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે જેને પગલે વ્યાપકપણે ગોપનીયતા અને અધિકારોના હનનની આશંકાને બળ મળે છે.

લીક સુધી પહોંચ રાખનાર સમાચાર ન્યૂજ આઉટલેટ્સે કહ્યું કે જે લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેમના વિશે આગામી દિવસોમાં વધુ જાણકારી મળશે.

English summary
french president macron's mobile number also target of pegasus spyware
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X