બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસાઃ 52ના મોત
ઢાકા, 1 માર્ચઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલ સ્થિતિ નાજૂક છે. ત્યાં સમયાંતરે હિંસા ભડકી રહી છે. ગુરુવારે અનેક સ્થાનો પર થયેલી હિંસા બાદ શુક્રવારે નમાઝ પછી ફરીથી હિંસા ભડકી હતી. જેના કારણે અત્યાર સુધીમાં 52 લોકોના મોત નિપજ્યાં છે. આ હિંસા 1971ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ધાર્મિક યુદ્ધ છેડનાર મૌલાનાને સજા સંભળાવવામાં આવ્યા બાદ ભડકી છે.

આ જ કારણ છે કે જેવી હોસૈનને સજા સંભળાવવામાં આવી, તુરત જ ઢાકા સહિતના શહેરોમાં હિંસા ફાટી નીકળી. લોકોએ સરકારી સંપત્તિઓને સારું એવું નુક્સાન પહોંચાડ્યું છે. આગ ચાપવી, તોડફોડ, પથ્થરમારો વિગેરેમાં અત્યારસુધી 52 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસે ઢાકા સહિત અનેક શહેરોમાં સેના બોલાવી છે. સુરક્ષ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને ઘણા સ્થળો પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
