For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાઝામાં મરનારાઓની સંખ્યા 1,300ની પાર, યૂએનની શાળા બની શિકાર

|
Google Oneindia Gujarati News

gaza
ગાઝા, 31 જુલાઇ: ચાર કલાકના માનવીય સંઘર્ષવિરામ માટે ઇઝરાઇલની સહમતી મળવા છતાં ગાઝામાં ઇઝરાઇલી બળો અને હમાસની વચ્ચે ભીષણ યુદ્ધમાં બુધવારે ઓછામાં ઓછા 92 ફિલિસ્તિની માર્યા ગયા. તેમાંથી 20 લોકો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત એક શાળામાં માર્યા ગયા છે. તેની સાથે જ આ યુદ્ધમાં મરનારાઓની સંખ્યા 1323 સુધી પહોંચી ગઇ છે.

ઇઝરાઇલ રાતભર આકાશ, જમીન અને સમુદ્રથી ગાઝા પર ગોળીબારી કરતુ રહ્યું. દક્ષિણી શહેર ખાન યૂનિસમાં એક ભીડભાડવાળા શોપિંગ મોલમાં ઇઝરાઇલના તાજા હવા હુમલામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને 200થી વધારે લોકો ઘાયલ થઇ ગયા. સૌથી ભીષણ હુમલો બુધવારે સવારે થયો જ્યારે બે બોમ્બ સંયુક્ત રાષ્ટ્ર સંચાલિત એક શાળામાં આવીને પડ્યા જ્યાં ઇઝરાઇલી બળોની ચેતવણી બાદ પોતાના ઘર છોડીને ઘણાબધા ફિલીસ્તિનીઓએ શરણ લીધી હતી.

આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 90 અન્ય ઘાયલ થઇ ગયા. સ્થાનીય નિવાસી અબૂ અલીએ જણાવ્યું કે, 'જબાલિયામાં અબૂ હુસૈન શાળામાં બોમ્બ પડ્યો જ્યાં હાલમાં વિસ્થાપિત હજારો ફિલિસ્તીનિયોએ શરણ લઇ રાખી હતી.'

ગાઝાના અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે ઇઝરાઇલના હુમલામાં ઓછામાં ઓછા 92 ફિલિસ્તીની માર્યા ગયા અને 260થી વધારે ઘાયલ થઇ ગયા. તેણે જણાવ્યું કે 8 જુલાઇના રોજ ઇઝરાઇલ અને હમાસની વચ્ચે સંઘર્ષ ભડકવાથી લઇને ગાઝામાં અત્યાર સુધી 1323 લોકો માર્યા ગયા છે અને 7350થી વધારે લોકો ઘાયલ થયા છે.

English summary
US condemns shelling of UN school in Gaza, but restocks Israel with ammunition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X