શ્રીલંકામાં ઈંધણ ખતમ, હવે 10 જુલાઈ સુધી ચાલશે માત્ર જરુરી વસ્તુઓ
શ્રીલંકા આ દિવસોમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. આ સંકટ વચ્ચે શ્રીલંકામાં ઇંધણ સમાપ્ત થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ શ્રીલંકા આ દિવસોમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. આ સંકટ વચ્ચે શ્રીલંકામાં ઇંધણ સમાપ્ત થઈ ગયુ છે અને મધ્યરાત્રિથી ફક્ત જરુરી સેવાઓ જ ચલાવવામાં આવશે. ઇમરજન્સી સેવામાં આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા, બંદર, એરપોર્ટ, ખાદ્ય પુરવઠો અને કૃષિનો સમાવેશ થાય છે. તમામ બિન જરુરી સેવાઓ 10 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે અને વર્તમાન બળતણ જરુરી સેવાઓ માટે અનામત રાખવામાં આવ્યુ છે. સરકારે ઈંધણના વિતરણ માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરી છે.

સત્તાવાર પ્રવક્તા બંધુલા ગુણવર્ધને માહિતી આપી હતી કે આજે મધ્યરાત્રિથી આરોગ્ય ક્ષેત્ર જેવી આવશ્યક સેવાઓ સિવાય કોઈ બળતણનુ વેચાણ કરવામાં આવશે નહિ કારણ કે અમે અમારી પાસે જે થોડો સ્ટોક છે તેને સાચવવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે અહીં ડીઝલની કિંમત 460 લંકાઈ રૂપિયા છે અને પેટ્રોલની છૂટક કિંમત 550 રૂપિયા પ્રતિ લીટર છે. આ સાથે શાળાઓ બંધ રહેશે અને ખાનગી ઓફિસોના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. સરકારી અધિકારીઓને ઘરેથી કામ કરવાનો વિકલ્પ પસંદ કરવાનુ કહેવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યુ છે. જેમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ નીચા સ્તરે છે અને 22 મિલિયનનો ટાપુ ખોરાક, દવા અને સૌથી ગંભીર રીતે, ઇંધણની જરુરી આયાત માટે ચૂકવણી કરવા માટે સંઘર્ષ કરી રહ્યુ છે. કપડા જેવા ઉદ્યોગો, જે હિંદ મહાસાગરના રાષ્ટ્રમાં ડોલરની મોટી કમાણી કરે છે, તેમની પાસે માત્ર એક અઠવાડિયાથી 10 દિવસ માટે જ બળતણ બચ્યુ છે. રૉઇટર્સની ગણતરીઓ દર્શાવે છે કે નિયમિત માંગના આધારે દેશનો વર્તમાન સ્ટૉક માત્ર એક અઠવાડિયામાં જ ખતમ થઈ જશે.
સરકારી કેબિનેટના પ્રવક્તા બંધુલા ગુનેવર્દેનેએ પત્રકારોને જણાવ્યુ હતુ કે શ્રીલંકા મંગળવારથી 10 જુલાઈ સુધી ખોરાકની પરિવહન કરતી ટ્રેનો અને બસો, તબીબી સેવાઓ અને વાહનોને જ બળતણ આપશે. તેમણે કહ્યુ કે શહેરી વિસ્તારોમાં શાળાઓ બંધ રહેશે અને દરેકને ઘરેથી કામ કરવાની વિનંતી કરવામાં આવે છે. આંતર-પ્રાંતીય બસ સેવા મર્યાદિત રહેશે.
શ્રીલંકાએ તેના ઇતિહાસમાં ક્યારેય આટલી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કર્યો નથી તેમ ગુનેવર્દનેએ કહ્યુ.
ઑટોરિક્ષા ડ્રાઈવર ડબલ્યુ.ડી. શેલ્ટને જણાવ્યુ હતુ કે તેણે ઈંધણ માટે ચાર દિવસ સુધી લાઈનમાં રાહ જોઈ હતી.
તેણે કહ્યુ, 'આ સમય દરમિયાન હું યોગ્ય રીતે સૂતો નથી કે ખાધુ નથી. અમે કમાઈ શકતા નથી. અમે અમારા પરિવારને ખવડાવી શકતા નથી.' તમને જણાવી દઈએ કે સરકાર સંભવિત બેલઆઉટ પર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાતચીત કરી રહી છે પરંતુ ઘણા લોકો આટલી લાંબી રાહ જોઈ શકતા નથી અને પાસપોર્ટની માંગ વધી છે.












Click it and Unblock the Notifications
