For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 સેકન્ડમાં ધ્વસ્ત થઇ 12 માળની ઇમારત

|
Google Oneindia Gujarati News

મિનેસોટા, 2 જૂલાઇઃ જરા વિચારો એક 12 માળની ઇમારતને બનાવવા કેટલો સમય લાગે, સામાન્ય રીતે ઓછામા ઓછા એક કે બે વર્ષ હવે વિચારો કે તેને ધ્વસ્ત થતાં કેટલો સમય લાગે. એક મહિનો, અઠવાડિયુ, દિવસ, કલાક કે પછી મિનીટ? નહીં, આ તમામ જવાબો ખોટા છે, કારણ કે જ્યારે ધડાકા સાથે ઇમારતને પાડવામાં આવે તો, તેને ધ્વસ્ત થતાં માત્ર કેટલિક સેકન્ડ જ લાગે છે. મિનેસોટા સ્ટેડ વિશ્વવિદ્યાલય મેનકાટોમાં બે ઇમારતને ધ્વસ્ત કરવામાં આવી, જેને જમીન દોસ્ત થતાં માત્ર 12 સેકન્ડ જ લાગ્યા.

આ ઇમારતોને શનિવારે ધ્વસ્ત કરવામા આવી. પાર્કિંગ સ્થળ બનાવવા માટે વિશ્વવિદ્યાલયની બે પ્રસિદ્ધ ઇમારતને વિસ્ફોટ થકી તોડી પાડવામાં આવી. જે સમયે આ બે ઇમારતને ધ્વસ્ત કરવામાં આવી, તે સમયે વિશ્વવિદ્યાલયમાં બે હજારથી વધારે લોકો હાજર હતા. આ નજારાને જોવા માટે. તમામ લોકોએ મોબાઇલમાં ફોટા પાડ્યાં, કેટલાકે વીડિયો બનાવ્યા અને ઇન્ટરનેટ પર તેને અપલોડ કર્યાં.

અમે તમારા માટે એ જ વીડિયો લઇને આવ્યા છીએ, જેમાં માત્ર 12 સેકન્ડમાં બે ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ. ત્યારબાદ તે સ્થળ પર માત્ર માટી અને ધુમાડો હતો. એ ધુમાડો 12 સેકન્ડ બાદ ખત્મ થઇ જાય છે અને બચે છે માત્ર કાટમાળ.

સસ્તામાં પત્યું

સસ્તામાં પત્યું

વિશ્વવિદ્યાલય પ્રશાસને જોયું કે વિશ્વવિદ્યાલયની ભૂમિમાં વિસ્તાર કરીને સ્થળ બનાવવા કરતા બે ઇમારતોને પાડીને પાર્કિંગ સ્થળ બનાવવામાં આવશે તો સસ્તું પડશે.

ત્રણ ધડાકા કરવાના હતા

ત્રણ ધડાકા કરવાના હતા

આ ઇમારતોને પાડવા માટે ત્રણ ધડાકા કરવાના હતા, પહેલા ધડાકામાં કંઇ થયું નહીં પરંતુ બીજા ધડાકામાં ટાવર જમીનદોસ્ત થઇ ગયો.

આ સ્થળ પર બનાવવામાં આવશે પાર્કિંગ

આ સ્થળ પર બનાવવામાં આવશે પાર્કિંગ

વિશ્વવિદ્યાલયમાં સતત વધતા છાત્રોની સંખ્યાને જોઇને પ્રશાસને પાર્કિંગ સ્થળ બનાવવાનો નિર્ણય કર્યો. તેના માટે આ સ્થળ યોગ્ય લાગ્યું, જેના માટે આ ઇમારતને તોડી પાડવામાં આવી.

વિકલ્પ પહેલા બનાવ્યો

વિકલ્પ પહેલા બનાવ્યો

આ ઇમારતોમાં ચાલી રહેલા વિભાગો માટે પહેલા વિશ્વવિદ્યાલયના પ્રશાસને બે અન્ય ટાવર બનાવ્યા, જેમાં તમામ વિભાગોને શિફ્ટ કરવામાં આવ્યા, ત્યારબાદ આ ઇમારતોને ધ્વસ્ત કરવામાં આવી.

English summary
Thousands watch as Gage Towers on the Minnesota State University, Mankato campus collapse onto themselves seconds after series of strategic explosive charges were set off Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X