ગાંધીજીના ભારત પાસેથી આની અપેક્ષા ન હતી : અફઘાનિસ્તાન મહિલા સાંસદ રંગીના કારગર
અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની કાબુલ કબ્જે કર્યાના દસ દિવસ બાદ તાલિબાન હવે નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન સેંકડો લોકો દરરોજ અફઘાનિસ્તાન છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભારતે ઘણા અફઘાનોને આશરો આપ્યો છે.
નવી દિલ્હી : અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની કાબુલ કબ્જે કર્યાના દસ દિવસ બાદ તાલિબાન હવે નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન સેંકડો લોકો દરરોજ અફઘાનિસ્તાન છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભારતે ઘણા અફઘાનોને આશરો આપ્યો છે. તાલિબાનની ચુંગાલમાંથી ભારતમાં પહોંચેલા લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા છે, જ્યારે એક અફઘાન મહિલા સાંસદે દાવો કર્યો હતો કે, તેને દિલ્હીના એરપોર્ટ પરથી જ તેના દેશ પરત મોકલવામાં આવી હતી.

અફઘાન મહિલા સાંસદે મોટો દાવો કર્યો
તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબ્જો કર્યો ત્યારથી લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાન સંસદની મહિલા સભ્ય રંગીના કારગરે દાવો કર્યો છે કે, તેને 20 ઓગસ્ટના રોજ ઇસ્તંબુલથી દુબઇ થઇને ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) પર પહોંચી હતી.
એરપોર્ટ પરના અધિકારીઓએ તેને બહાર જવા દીધી નહીં અને તેને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી. ઉલ્લેખનીય છે કે, રંગીના કારગર અફઘાનિસ્તાનમાં ફર્યાબ પ્રાંતનું સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે.

અગાઉ પણ ઘણી વખત ભારતની મુલાકાત લીધી છે
હવે રંગીના કારગરે દાવો કર્યો છે કે, IGI એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોયા બાદ, તે જ એરલાઈન્સ દ્વારા તેને દુબઈ થઈને ઇસ્તંબુલ પરત મોકલવામાં આવી હતી. રંગના કહે છે કે, તેણી પાસે રાજદ્વારી/સત્તાવાર પાસપોર્ટ છે, જે ભારત-અફઘાન કરાર હેઠળ વિઝા મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. આમ છતાં તેને એરપોર્ટ પરથી જ દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તે કહે છે કે આ પહેલા તે આ પાસપોર્ટ દ્વારા ઘણી વખત ભારતની યાત્રા કરી ચૂકી છે.
ગુનેગારો જેવુ વર્તન
રંગીના કારગરે એમ પણ કહ્યું કે, તેને પહેલા ક્યારેય રોકવામાં આવી ન હતી, પરંતુ આ વખતે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને રોકી હતી. તેનું કારણ પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું કે, તેને તેમના ઉપરી અધિકારીઓ સાથે વાત કરવી પડશે. કારગરે કહ્યું, 'તેમને મને દેશનિકાલ કરી, મારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો. મને દુબઇમાં મારો પાસપોર્ટ આપવામાં આવ્યો ન હતો, તે મને ઇસ્તંબુલમાં પાછો આપવામાં આવ્યો હતો. તેણે મારી સાથે જે કર્યું તે યોગ્ય ન હતું. કાબુલમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને મને આશા છે કે, ભારત સરકાર અફઘાન મહિલાઓને મદદ કરશે.

ગાંધીજીના ભારત પાસે આવી આશા ન હતી
રંગીના કારગરે કહે છે કે, મને દેશનિકાલ કરવાનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું, પરંતુ કદાચ તે બદલાયેલા રાજકીય પરિસ્થિતિ અને કાબુલમાં સુરક્ષાને કારણે હોઈ શકે છે. ગાંધીજીના ભારત પાસેથી મેં ક્યારેય આની અપેક્ષા રાખી ન હતી. અમે હંમેશા ભારતના મિત્રો રહ્યા છીએ, ભારત સાથે અમારી વ્યૂહાત્મક અને ઐતિહાસિક સંબંધો છે, પરંતુ આ સ્થિતિમાં તેમને એક મહિલા અને સંસદસભ્ય સાથે આવું વર્તન કર્યું છે. અધિકારીઓએ મને એરપોર્ટ પર કહ્યું 'માફ કરશો, અમે તમારા માટે કંઈ કરી શકતા નથી.












Click it and Unblock the Notifications
