પાક.માં એક જ પરિવારની 5 યુવતીઓ પર ગેંગરેપ

આ શરમજનક ઘટના શેખપૂરા જિલ્લાની છે. રિપોર્ટ અનુસાર મારા જાટ અને ઝહીર જાટ નામના બે જમીનદારોના માણસોએ મજદૂર મોહમ્મદ બૂટા અને તેમની પત્નીને બાંધીને તેમની પાંચ પુત્રીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત છોકરીની ઉંમર 13થી લઇને 18ની વચ્ચેની છે.
બૂટા પરિવારના સભ્યો દ્વારા મીડિયાને આપેલી માહિતી અનુસાર 'જમીનદારના માણસો અમારી પુત્રીઓને ઉઠાવીને ખેતરમાં લઇ ગયા જ્યા તેમની પર બળાત્કાર કરવામાં આવ્યો. પીડિત યુવતીઓમાંથી કોઇના પણ લગ્ન થયા નથી. જમીનદારોએ તેમને ધમકી પણ આપી હતી કે જો પોલીસમાં જાણ કરી તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.












Click it and Unblock the Notifications
