For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

George Floydની હત્યા, ગળા પર દબાણ પડવાથી મોત થયું હતુંઃ રિપોર્ટ

George Floydની હત્યા, ગળા પર દબાણ પડવાથી મોત થયું હતુંઃ રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

મિનિયાપોલિસ, USA: અમેરિકામાં પોલીસ બર્બરતાને પગલે 46 વર્ષીય અશ્વેત શખ્સ જ્યોર્જ ફ્લૉયડ (George Floyd)ના મોત પર 25મેથી સતત પ્રદર્શન ચાલી રહ્યું છે. હવે ફ્લૉયડની સત્તાવાર ઑટોપ્સી રપોર્ટ એટલે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગય છે. આ રિપોર્ટમાં તેના મોતને હત્યા ગણાવવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ફ્લૉયડના ગળા પર દબાણ પડવાના કારણે મોત થયું છે. જણાવી દઈએ કે એક પોલીસ અધિકારીએ ગત સોમવારે જ્યોર્જ ફ્લૉયડની ધરપકડ કરતા તેના ગળા પર ગોઠણ રાખી દીધો હતો અને સાતથી વધુ મિનિટ સુધી આવી જ રીતે તેનું ગળું દબાવી રાખ્યું હતું, જે બાદ તેનું મોત થઈ ગયું હતું.

George Floydની હત્યા

George Floydની હત્યા

સોમવારે મિનિયાપોલસના હેનેપિન કાઉંટી મેડિકલ એક્ઝામિનરે પોતાનો ઑફિશિયલ રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓ તરફથી ગળા પર દબાણ બનાવવાથી ફ્લૉયડને કાર્ડિયોપલમોનરી અરોસ્ટ થયો. જેમાં મોતનું કારણ એટલે કે 'manner of death'ને Homicide એટલે કે હત્યા ગણાવવામાં આવી છે. જો કે એગ્ઝામિનરના નિવેદનમાં કહેવામાં આવ્યું કે મોતના કારણના આધારે કોઈના હત્યાના ઈરાદાને નક્કી ના કરવો જોઈએ. આ રિપોર્ટમાં બીજા મહત્વના કારણોમાં હ્રદયની બીમારી અને હાઈ બ્લડ પ્રેશરન દર્દી હોવો અને ફેંટાનિલનો નશ અને હાલમાં મેથામફેટાઇનનો ઉપયોગ કરવો પણ ગણાવવામાં આવ્યો છે.

અમેરિકામાં વિરોધ પ્રદર્શન શરૂ

મિનિયાપોલિસના એક પોલીસ અધિકારી પર ફ્લૉયડના મોતના મામલે થર્ડ ડિગ્રી હત્યાનો આરોપ લાગ્યો છે અને તેની સાથે જ ત્રણ અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક શ્વેત પલીસ અધિકારી, ડેરેક શૉવિન ફ્લૉયડના ગળા પર પોતાનો ગોઠણથી દબાણ બનાવતો હોવાનું જોવા મળી રહ્યું છે જ્યારે તે સતત કહી રહ્યો છે કે તે શ્વાસ નથી લઈ શકતો અને આખરે તેણે દમ તોડી નાખ્યો.

શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત નિપજ્યું

ફ્લૉયડ પરિવારના વકીલે સોમવારે જણાવ્યું કે તેના પરિવાર માટે કરવામાં આવેલ પોસ્ટમોર્ટમમાં મળેલ ગળા અને પીઠ પર દબાણના કારણે શ્વાસ ના લઈ શકવાને પગલે તેનું મોત થયું છે. વકીલ બેન ક્રંપે જણાવ્યું કે બીજા એક ડૉક્ટરના રિપોર્ટમાં સામે આવ્યું કે દબાણના કારણે ફ્લૉયડના મગજ સુધી લોહી પહોંચી ના શક્યું અને તેની પીઠ પર અન્ય અધકારીઓએ બનાવેલ દબાણને કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી.

કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 8171 નવા કેસ, 204ના મોતકોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 8171 નવા કેસ, 204ના મોત

English summary
george floyd murdered, autopsy report reveals many things know in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X