• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જર્મની ચૂંટણી : ઍંગેલા મર્કેલના શાસનમાં લોકોનું જીવનધોરણ કેટલું બદલાયું?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

વિશ્વનાં સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક એવાં ઍંગેલા મર્કેલે યુરોપિયન અને વૈશ્વિક રાજનીતિને સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

જર્મન ચાન્સેલર તરીકેના તેમનાં 16 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ પર તેમણે આગવી છાપ છોડી છે.

તેમણે લાખ્ખો નાગરિકોના જીવનને બદલી નાખ્યું છે, જેમાં હકારાત્મક અને નકારાત્મક બંને પાસાં સામેલ છે.

આ વર્ષે ઉનાળામાં સ્કૂલના દિવસોના અંતની ઉજવણી થઈ હતી અને તેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

ઉજવણીના એક કાર્યક્રમમાં બર્લિનમાં તેઓ નાચી રહ્યા હતા. 2021ના બૅચ ઍંગેલા સિવાયના કોઈ જર્મન નેતાને ખાસ ઓળખતા જ નથી. નવી પેઢી માટે મર્કેલ એક પરિચિત ચહેરો છે.

ઓલે શ્રોડર કહે છે, "અમારે ત્યાં સંપૂર્ણ લોકશાહી નથી. પણ મને લાગે છે કે એ સારી લોકશાહી છે."

એલીસા ગુકાસોવ કહે છે, "જર્મનીમાં ઇમિગ્રેશન સિસ્ટમ સારી છે. દરેકને અહીં રહેવાની અને પોતાનાં સપનાં પૂરાં કરવાની તકો મળે છે." જોકે તેમને ભવિષ્યની ચિંતા છે.

લિના ઝેથેનની મુખ્ય ચિંતા છે ક્લાઇમેટ ચૅન્જ.

તેઓ કહે છે, "આપણે એ કહેવું જ પડશે કે કાર ચલાવવાનું બંધ કરો, રજાઓમાં ફ્લાઇટમાં જવાનું બંધ કરો, કેમ કે ઉત્સર્જન ઘટાડવું જ પડશે. આ બધું આપણે 50 વર્ષ પહેલાં જ કરવાનું હતું પણ નથી કરી શક્યાં."

તમામ જર્મન નાગરિક આ મામલે સતર્ક અને ચિંતિત છે, કેમ કે આ વર્ષે પશ્ચિમ જર્મનીમાં ઉનાળામાં આવેલા પૂરની યાદો હજી તેમના માનસપટમાં તરોતાજા છે.


ક્લાઇમેટ ચેન્જ ચિંતાનો વિષય?

જર્મનીનાં જંગલોમાં ક્લાઇમેટ ચેન્જની માઠી અસરો જોવા મળી રહી છે

ઍંગેલા મર્કેલના નેતૃત્વ હેઠળ જર્મનીએ ઉત્સર્જન ઘટાડીને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતમાં રોકાણ કર્યું છે.

પરંતુ તેમ છતાં તેઓ સ્વીકારે છે કે વર્તમાન લક્ષ્ય પૂરતું નથી. જર્મની હજુ પણ કોલસો બાળે છે. વળી 10 વર્ષ પહેલાં જાપાનના ફુકુશીમામાં જે પરમાણુ ઘટના બની ત્યારબાદ મર્કેલે પરમાણુ ઊર્જાનો વિકલ્પ ત્યજી દીધો હતો.

જર્મનીમાં હરિયાળાં જંગલોની સ્થિતિ જુઓ તો ક્લાઇમેટ ચેન્જ દ્વારા થયેલા નુકસાનને તાગ મેળવી શકાય છે.

વૃક્ષોને અંદરથી ખોખલાં કરી તેને નષ્ટ કરી દેતી 'બિટલ્સ'ની પ્રજાતિ અહીં પાંગરી રહી છે. ધ બોર્કનકેફર નામની પ્રજાતિ શુષ્ક અને ગરમ વાતાવરણમાં વધુ ટકે છે અને ઉછરે છે.

વૃક્ષોની કુદરતી બચાવક્ષમતા પણ નબળી પડી રહી છે. પૂર્વીય હાર્ઝ ક્ષેત્રનાં જંગલોની રખેવાળ કરતા હેન્સ શેટનબર્ગ કહે છે કે બિટલ્સ જંતુઓનું સંક્રમણ વૃક્ષોમાં આગળ ન વધે એટલે તેઓ અને તેમનો સ્ટાફ વિશાળ એકર વિસ્તારના જંગલનાં લાકડાં કાપી રહ્યા છે.

તેમણે કહ્યું, "અમે વિચાર્યું નહોતું કે ક્લાઇમેટ ચેન્જની જંગલો પર આવી અસર થશે. તે માત્ર કૉનિફર્સ નહીં પણ તાડીનાં વૃક્ષોને પણ અસર કરી રહ્યું છે. દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળી રહી છે."

ઍંગેલા મર્કેલના કાર્યકાળમાં જર્મની સમૃદ્ધ થયું છે, પણ તેમના પુરોગામીઓ આજની જે પૂંજી છે તેનું શ્રેય જરૂર લેશે.

વિવેચકોને ચિંતા છે કે પ્રતિસ્પર્ધી રાષ્ટ્રો તકનીકી અને ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે અને જર્મની પાછળ થઈ રહ્યું છે.


જર્મની ચૂંટણી 2021

26 સપ્ટેમ્બરે જર્મનીમાં સંસદીય ચૂંટણી માટે મતદાન થશે.

મર્કેલની કન્ઝર્વેટિવ સીડીયુ પાર્ટી છેલ્લી ચાર ટર્મથી ગઠબંધન સાથે સત્તામાં છે, પરંતુ તાજેતરના ઓપિનિયન પૉલ સૂચવે છે કે સેન્ટર-લૅફ્ટ જીતી શકે છે.

અહીં જોઈ શકાય છે કે ગ્લાસની બૉટલો પ્રોડક્શન લાઇન પર છે. જર્મનીની સૌથી લોકપ્રિય નિકાસમાં એ સામેલ છે. એન્કી કેટેરર તેને નિહાળી રહ્યાં છે.

એન્કીનો પરિવાર 1877થી બિયર બનાવે છે. દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું યોગદાન આપતી પારિવારિક પેઢી-કંપનીઓમાં તેમની કંપની સામેલ છે.

મિટલ સ્ટૅન્ડ એટલે કે પારિવારિક પેઢીએ દેશની અર્થવ્યવસ્થાની સફળતામાં યોગદાન આપ્યું છે.

તેમનું કહેવું છે કે ઍંગેલા મર્કેલે સારું કામ કર્યું છે. આ વર્ષ સારું રહ્યું છે.

એન્કીના પતિ ફિલીપ કહે છે, "અમારે કોઈ ખાસ ફરિયાદ નથી. મિટલ સ્ટેન્ડ વધુ સહયોગ અને ટેકાથી સારું કરી શકે છે. અમલદારશાહી ઓછી હોવી જોઈએ."

"અમે જર્મનીમાં સારું કરી રહ્યા છે. હા, ભલે જોખમ છે અને તે અનુભવાય છે. છતાં તે ઓછું છે."

કદાચ જર્મનીના સમાજમાં મર્કેલનો સૌથી વધુ પ્રભાવ રહ્યો છે. 2015માં જ્યારે તેમણે સંખ્યાબંધ વિસ્થાપિતો માટે દેશના દરવાજા બંધ કરી દીધા હતા એ બાબત તેમના નેતૃત્વ મામલે ઘણી મહત્ત્વપૂર્ણ રહી હતી.

જર્મની રોજગારી આપવા મામલે ગેરવસાહતીઓ પર નિર્ભર રહ્યું છે. તેનાથી અર્થતંત્ર ચાલતું રહ્યું અને વસ્તીમાં પણ યુવાઓનો ઉમેરો થયો.

બીજા વિશ્વયુદ્ધ પછી તુર્કીના ગાસ્ટર બૈટર જર્મનીને ફરી બેઠું કરવા આવ્યા હતા ત્યારથી આ બાબત જોવા મળી છે.

આજે જર્મનીમાં રહેતા ત્રીજા ભાગના લોકોનું બૅકગ્રાઉન્ડ ગેરવસાહતી એટલે કે ઇમિગ્રન્ટ તરીકેનું છે.

નેજીન પણ તેમાંના જ એક છે. તેઓ કિશોરાવસ્થામાં ઈરાનથી આશ્રય માટે અહીં આવ્યા હતા.

તેમણે કહ્યું કે તેમણે ભૂમધ્ય સમુદ્ધ એક નાનકડી નાવડીમાં પાર કર્યો હતો અને ડૂબી જવાનો ભય હતો પણ તેઓ બચી ગયા.

https://www.youtube.com/watch?v=VrWAFKZfANQ

આજે તેઓ બર્લિન ડૅન્ટલ પ્રૅક્ટિસમાં સહાયક છે. અને કડકડાટ જર્મન ભાષા બોલે છે. તેમને એક દિવસ દાંતના ડૉક્ટર થવું છે.

મર્કેલે એક વખત જર્મનીમાં ગેરવસાહતી સંકટ અંગે કહ્યું હતું કે હા, આપણે કરી શકીએ છીએ. છ વર્ષ બાદ ઘણાએ કહ્યું કે તેઓ સાચા હતા. સંકટની અનુભૂતિ લાંબા સમયથી પસાર થઈ ગઈ છે.

પરંતુ કેટલાક લઘુમતી જર્મન નાગરિકોને આજે પણ રોષ છે. તેમને ગેરવસાહતી સંદર્ભે ગુનાઓ અને આતંકી ઘટનાઓ મામલે ગુસ્સો છે.

જમણેરી વિચારધારાવાળા પક્ષો એએફડી સંસદમાં સ્થાન ધરાવે છે, જે પૂર્વ કૉમ્યુનિસ્ટ દાયકાઓમાં મજબૂત હતું એ જ લાગણી હવે તેમનામાં જોવા મળે છે.

સોવિયેતથી અલગ થયા બાદ પૂર્વમાં લોકોને સારા દિવસોનો વાયદો કરાયો હતો, પરંતુ દેશમાં અન્યો કરતાં 30 વર્ષના સમયગાળામાં તેમના માટે તકો ઓછી રહી તથા પગાર અને પેન્શન પણ ઓછાં રહ્યાં. યુવાઓને સમજાવવનું કઠિન છે કે તેઓ દેશમાં સ્થાયી થાય.

જર્મનીના એક ખાસ બગીચામાં હેનેલોરે અને તેમના મિત્રો વિચારે છે કે ઍંગેલા મર્કેલ પૂર્વ પટ્ટા માટે વધુ કામ કરશે, કેમ કે તેમની સોવિયેત સમયની 'આયર્ન કર્ટન' ઘટનાની યાદો હજુ તાજી છે.

જર્મનીના લાંબા રાજકીય વારસા સંબંધિત પક્ષોથી નારાજ લોકો એએફડી (જમણેરી) પક્ષ માટે મતદાન કરી શકે છે.

હેનેલોરે કહે છે, "2015થી જ્યારથી ગેરવસાહતીઓ અનિયંત્રિતપણે પ્રવેશ્યા છે, ત્યારથી જર્મનીનું પતન શરૂ થયું છે."


જર્મનીના લોકો શું કહે છે?

મર્કેલના ટીકાકારો કહે છે કે તેઓ જેન્ડર પે ગૅપ વિશે વધુ સારું કામ કરી શક્યાં હોત, જે યુરોપમાં સૌથી નીચલા સ્તરે છે. તથા તેઓ ઉદ્યોગ અને રાજકારણમાં મહિલાઓને નેતૃત્વ મામલે પ્રોત્સાહિત કરી શક્યાં હોત.

અન્યોની જેમ તેઓ પણ માને છે કે મર્કેલ એક મજબૂત અને શક્તિશાળી પદ પર છે. આથી તેઓ ઘણાને પ્રેરિત કરી શકે છે.

ઓપન સોસાયટી ફાઉન્ડેશનના ડેનિયેલા સ્કૉવર્ઝર કહે છે, "તેમણે કોશિશ કરી છે."

તેઓ એક સમયે મર્કેલના અનુગામી બનવા મામલે દાવેદાર હતા તે જર્મનીના રક્ષામંત્રી એન્નીગ્રેટ ક્રૅમ્પ-કૅરેનબ્યૉરનું ઉદાહરણ આપે છે.

"તેમણે કઈ રીતે નેતૃત્વ સંભાળ્યું તે જુઓ તો મહત્ત્વનાં પદો પર મહિલાઓ રહી છે અને તેમના નજીકના સલાહકારોમાં પણ મહિલાઓ જ રહી છે."

મર્કેલે લાંબા સમય સુધી સત્તા સંભાળી છે, આથી તેઓ લોકપ્રિય પણ છે.

મ્યુનિકના સમકાલીન ઇતિહાસની સંસ્થાના પ્રોફેસર મેગ્નસ બ્રેચકેન કહે છે, "લાંબા ગાળે લોકો એ જોશે કે આ 16 વર્ષનું જો સરવૈયું કાઢીએ તો તે ખૂબ જ સફળ રહ્યાં છે. તે માત્ર આર્થિક રીતે નહીં પણ દેશને ભવિષ્ય માટે તૈયાર કરવા મામલે પણ સફળ રહ્યાં છે અને આ બાબત સરળ નથી."

તેમના રાજકીય વારસામાં "તર્ક, આશાવાદી નિરાકરણો" મળ્યાં છે. જ્યારે વિશ્વ બીજી તરફ રાષ્ટ્રવાદ, અતાર્કિક અથવા ફાસીવાદ કે પછી બહુમતીને પ્રાધાન્ય આપતા લોકો દ્વારા કાયાપલટ થયેલું હોય તેવું દેખાય છે.

એક દૃષ્ટિએ જર્મનીનું રાજકારણ રસપ્રદ લાગે છે. તે સમાધાન, સર્વસંમતી અને સાતત્ય બધું જ ધરાવે છે.

આમ મર્કેલે દેશને એ આપ્યું છે જેની તેમના નેતૃત્વથી લોકોને અપેક્ષા હતી. સતત બદલાતા અને કાંપી રહેલા વિશ્વ વચ્ચે તેમણે જર્મનીને એક શાંત અને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું છે.https://www.youtube.com/watch?v=-v2y2tUOT6k

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
German election: How much has the standard of living changed under Merkel?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X