વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 1 કરોડને પાર, 5 લાખથી વધુ મોત
આખા વિશ્વના દેશોમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને હવે 10,081,545 થઈ ચૂકી છે.
આખુ વિશ્વ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યુ છે. આખા વિશ્વના દેશોમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને હવે 10,081,545 થઈ ચૂકી છે. વળી, આ ખતરનાક વાયરસની ચપેટમાં આવવાથ અત્યાર સુધી 501,298 લોકો દમ તોડી ચૂક્યા છે. વળી, હવે આખા વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત 5,458,369 લોકો રિકવર થયા છે જ્યારે આ વાયરસથી સૌથી વધુ ગ્રસિત અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ 25,00,000 થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,79,000થી વધુ કેસ સામે આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠને આની માહિતી આપી છે.

વળી, છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં 39,483 નવા કેસ સામે આવ્યા અને ભારતમાં 18,552 નવા કેસ સામે આવ્યા. જો ભારતની વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ કેસ 5,08,953 થઈ ગયા છે. આમાંથી 1,97,387 સક્રિય કેસ છે જ્યારે 2,95,881 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. દેશભરમાં આ બિમારીથી અત્યાર સુધી 15,685 દર્દીઓના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના 18,552 નવા કેસ સામે આવ્યા છે અને 384 મોત થયા છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ છે કે દેશનો રિકવરી દર 58 ટકાથી ઉપર જતો રહ્યો છે અને લગભગ 3 લાખ લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. આરોગ્યમંત્રીએ કહ્યુ કે આપણો મૃત્યુ દર 3 ટકા પાસે છે જે બહુ ઓછો છે. ભારમમાં કોરોનાના કેસો બમણા થવાની ગતિ 19 દિવસ થઈ ચૂકી છે. આ દર દેશમાં લૉકડાઉનના 3 દિવસ પહેલાનો દર હતો.












Click it and Unblock the Notifications
