Corona સામે અમેરિકા થયું બેબસ, અમેરિકામાં 15000થી વધુના મોત
Corona સામે અમેરિકા થયું બેબસ, અમેરિકામાં 15000થી વધુના મોત
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટ સામે વિશ્વ શક્તિ અમેરિકાએ ઘૂંટણીયા ટેકવી દીધા છે. અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 15000ને પાર પહોંચી ગઈ છે.પાછલા બે દિવસથી અમેરિકામાં કોરોના સંક્રમિત દર્દીના મોતનો આંકડો 24 કલાકમાં 2000ને પાર પહોંચી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી 15000થી વધુના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે સંક્રમિત દર્દીની સંખ્યા 4 લાખને પાર પહોંચી ગઈ છે.
ફ્રાંસમાં મૃતકોની સંખ્યા 12200થી વધુ છે. જ્યારે બ્રિટનમાં કોરોનાથી 24 કલાકમાં 881 લોકોના મોત થયાં. દેશમાં સંક્રમણથી અત્યાર સુધીમાં 7978 લોકોના મોત થયાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે દુનિયામાં સર્વાધિક 17669 લોકોના મોત ઈટલીમાં થયાં છે. વિશ્વની વાત કરીએ તો ગુરુવારે કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા 90 હજારને પાર પહોંચી ગઈ છે. કોરોનાથી મોતના કુલ 90938 મામલાથી અડધાથી વધુ ખરાબ રીતે પ્રભાવિત ઈટલી, સ્પેન અમેરિકામાંથી આવ્યા છે.
ઈટલીમાં સૌથી વધુ મોત થયાં છે. જે બાદ સ્પેનમાં 15238 લોકોના મોત થયાં છે. જે બાદ અમેરિકાનો નંબર આવે છે જ્યાં 15000થી વધુ લોકોના મોત થયાં છે. અમેરિકામાં ન્યૂયોર્ક શહેર કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત શહેરોમાંનું એક છે.
કોરોના વાયરસઃ ભારતમાં 1200 સ્થળોને કંટેનમેન્ટ જૉન ઘોષિત કરવામાં આવ્યા, મહરાષ્ટ્રમાં સૌથી વધુ