ફ્રી ફ્રી ફ્રી આ ઓફર સાથે એક સુંદર વાઇફ ફ્રી
સાંભળીને ચકિત થઇ ગયા ને. અરે ભાઇ આ વાત સો ટકા સાચી છે. એક આલિશાન ઘર સાથે એક સુંદર વાઇફ ફ્રી મળે છે. તો લગ્ન ઇચ્છુક મુરતિયાઓ તૈયાર થઇ જાવ કારણ કે આવી ઓફર બીજી વાર નહીં મળે.
વાત એ છે કે ઇન્ડોનેશિયામાં હાલ એક એડ વાયરલ થઇ છે. જેમાં એક મહિલા તેનું શાનદાર ઘર વેંચી રહી છે. નોંધનીય છે કે આ ઘરમાં બે બેડરૂમ, બે વોશરૂમ, પાર્કિંગ સ્પેસ, એશો આરામ બધુ જ છે. પણ જો તમારે આ ઘરને પોતાનું કરવું હોય તો માત્ર એક જ શરત છે કે આ ઘરની માલકિન જોડે લગ્ન કરવા પડે.

એટલું જ નહીં આ એડ ઇન્ટનેટ પર પણ નાંખવામાં આવી છે. જેમાં આ સ્પેશ્યલ ઓફરની સ્પષ્ટતા કરવામાં આવી છે. વિના લિયા આ ઘરની માલકિન છે. ચાલીસ વર્ષની વિના સુંદર પણ છે અને વિધવા પણ. વિના ઇન્ડોનેશિયામાં એક બ્યૂટિ પાર્લર ચલાવે છે. તેમણે જ આ એડ ઇન્ટરનેટ પર મૂકી છે. જે મુજબ તેના આલિશાન ઘરને ખરીદનારને વિના જોડે લગ્ન કરવા પડશે તેવી શરત છે.
આ બિલકુલ અનોખી આ એડ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. ત્યારે દરેકને એ વાતમાં રસ છે કે આખરે કોણ ધણી બનેશે આ ઘર અને આ ઘરવાળીનો.












Click it and Unblock the Notifications
