For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: 101 વર્ષના દાદા કોરોના વાયરસને મ્હાત આપી ઘરે પાછા આવ્યા

કોરોના વાયરસને મ્હાત આપીને બ્રિટનના 101 વર્ષના એક દાદા કાલે 9 એપ્રિલે હોસ્પિટલમાંથી પોતાના ઘરે પાછા આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસને મ્હાત આપીને બ્રિટનના 101 વર્ષના એક દાદા કાલે 9 એપ્રિલે હોસ્પિટલમાંથી પોતાના ઘરે પાછા આવ્યા છે. કીથ વૉટ્સન બે સપ્તાહથી કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યા હતા અને છેવટે તેમને આ જંગમાં સફળતા મળી. તમને જણાવી દઈએ કે આંકડાઓ અનુસાર વૃદ્ધ લોકો કોરોના વાયરસની સૌથી વધુ માર સહન કરી રહ્યા છે જેમાંથી એક ચતુર્થાંશથી વધુ લોકો એવા છે જે 80 વર્ષથી વધુ ઉંમરના છે. કીથના પૌત્ર બેંજામિન વૉટસને ફેસબુક પર પોસ્ટ કર્યુ, '101 વર્ષના મારા દાદાએ કોરોના વાયરસને હરાવી દીધો. કેવા અદભૂત સૈનિક છે! NHS પર બધાનો આભાર.'

હોસ્પિટલમાં થમ્સઅપ કરતા કીથ

હોસ્પિટલમાં થમ્સઅપ કરતા કીથ

વોસ્ટરશાયર એનએચએસ ટ્રસ્ટે ટ્વિટર પર આ સારા સમાચાર પોસ્ટ કરતા લખ્યુ, આપણા બધા માટે ખૂબ જ જરૂરી પિક-મી-અપ. તેમને ફ્રંટલાઈન વર્કર્સ સાથે હોસ્પિટલમાં થમ્સઅપ કરતા જોઈ શકાય છે. એક એનએચએસ કાર્યકર્તાએ તેમને ઘરે પહોંચાડ્યા કહ્યુ કે સદીના નાયકની મદદ કરીને તે પોતાને સમ્માનિત અનુભવી રહ્યા છે.

લોકો સ્વસ્થ થઈ ઘરે જવા ઈચ્છે છે

વળી, સ્વયંસેવક એમ્બ્યુલસ ચાલક લ્યૂક સેરેલે પણ ધ સન ઑનલાઈન સાથે વાત કરતા કહ્યુ કે મે અમારી એમ્બ્યુલન્સમાં કોરોના પૉઝિટીવ દર્દીઓના પરિવહન માટે સ્વેચ્છાએ કહ્યુ છે કારણકે એવા ઘણા લોકો છે જે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યા છે અને ઘરે જવા ઈચ્છે છે.

કર્મચારીઓ શાનદાર કામ કરી રહ્યા છે

કર્મચારીઓ શાનદાર કામ કરી રહ્યા છે

હોસ્પિટલના માલિકોએ પણ આ રીતના સારા કામ માટે કર્મચારીઓની પ્રશંસા કરી અને કીથની રિકવરીને મનોબળ વધારનાર કહ્યુ. વૉસ્ટરશાયર એનએચએસ ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી મેથ્યુ હૉપકિન્સે કહ્યુ કે અમારી બધી હોસ્પિટલોમાં અમારા કર્મચારીઓ એનએચએસના ઈતિહાસમાં સૌથી પડકારરૂપ સમયમાં દર્દીઓ માટે શાનદાર કામ કરી રહ્યા છે.

આવા કેસ સેવાકર્મીઓ માટે મનોબળ વધારનાર

આવા કેસ સેવાકર્મીઓ માટે મનોબળ વધારનાર

તેમણે વધુમાં ઉમેર્યુ કે આમાં કોરોના વાયરસના રોગીઓની દેખરેખ કરનાર જબરદસ્ત દબાણમાં કામ કરતા ફ્રંટલાઈન સ્ટાફ અને તેમને સમર્થન આપનાર પડદા પાછળથી કામ કરતા લોકો પણ શામેલ છે. અમને ખુશી છે કે કીથને સુરક્ષિત રીતે ઘરે જવાની રજા મળી ચૂકી છે. આ અમારા કર્મચારીઓ માટે મનોબળ વધારનારુ છે જે અમારા દર્દીઓ માટે સર્વોત્તમ સંભવ દેખરેખ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. તેમણે એ પણ કહ્યુ કે, એ પણ સૌથી મહત્વનુ છુ કે સ્થાનિક લોકો આપણી સામાજિક હોસ્પિટલોની લેટેસ્ટ માર્ગદર્શિકાઓનુ પાલન કરે, સોશિયલ ડિસ્ટંસિંગ જાળવે અને હાથની સ્વચ્છતા રાખે જેથી આપણી હોસ્પિટલો પર દબાણ ઓછુ રહે.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચન રોજ વહેંચી રહ્યા છે ગરીબોને 2000 ફૂડ પેકેટ્સ, કહ્યુ-મુશ્કેલ કામઆ પણ વાંચોઃ અમિતાભ બચ્ચન રોજ વહેંચી રહ્યા છે ગરીબોને 2000 ફૂડ પેકેટ્સ, કહ્યુ-મુશ્કેલ કામ

English summary
101 old person beat the coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X