For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના રાજમાં રમખાણ પીડિતોને નહીં મળે ન્યાયઃ જાકિયા

By Super
|
Google Oneindia Gujarati News

zakia-jafri
વોશિંગટન, 5 ડિસેમ્બરઃ કોંગ્રેસના પૂર્વ સાસંદ અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરીએ અમેરિકન સાંસદોને કહ્યું કે જો નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બની જશે તો ગુજરાત રમખાણ પીડિતોને ન્યાય નહીં મળે.

મંગળવારે કેપીટલ હિલમાં અમેરિકન સાંસદે ગુજરાતના મુખ્યમંત્રીને વીઝા નહીં આપવાની નીતિ પર અડગ રહેવા અનુરોધ કર્યો હતો. જાકિયાએ કહ્યું,' જો મોદી પ્રધાનમંત્રી બની જશે તો હજારો રમખાણ પીડિતો સહિત મારી ન્યાયની આશા ખત્મ થઇ જશે. મારી આશા અને પ્રાર્થના છે કે તેવું ક્યારેય પણ ના થાય.' જાકિયાના નિવેદનને તેમના જમાઇ નાજીદ હુસૈને વાંચતા કહ્યું કે તમારા(અમેરિકા) દ્વારા મોદીને વીઝા નહીં નીતિ મારી આશાઓને જીવીત રાખવા માટે ઘણી મહત્વની છે.

ગુજરાત રમખાણ પીડિતો તરફથી બોલતા જાકિયા અને તમના પુત્રી નિશરિન હુસૈને અમેરિકન સાંસદો અને ઓબામા પ્રશાસનને મોદીને અમેરિકાને વીઝા નહીં આપવા અનુરોધ કર્યો હતો.

જાકિયાએ કહ્યું, ' મારું હૃદય કહે છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારા પતિની હત્યા માટે જવાબાદર છે. હું જાણું છું કે જ્યારે મારા પતિએ મદદ માંગી તો તેમણે કહ્યું હતું કે જાફરી તમે તો ઘણા નામી છો, જો બચાવી શકતા હોવ તો બચાવો પોતાની જાતને.' જાકિયાએ આરોપ લગાવ્યો કે ' હું એ પણ જાણું છું કે ભારતીય ન્યાય પ્રણાલી ધીમી થઇ શકે છે પરંતુ તે મજબૂત છે, જો મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું હોત કે પછી તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોત તો ન્યાયનું ચક્ર સ્વતંત્ર રીતે વધું ઝડપથી ચાલ્યું હોત.

તેમણે કહ્યું કે તેમણે પદ છોડવાના બદલે સત્તા પર પોતાની પકડ વધારે મજબૂત કરી લીધી અને પીડિતોને ન્યાય નહીં આપવાના સંભવતઃ વિઘ્નો ઉભા કર્યા. હિંસક ભીડ દ્વારા પિતાની હત્યા કરવામાં આવી એ પળને યાદ કરતા અમેરિકન નાગરિક નિશરિને કહ્યું કે હું મોદીને વીઝા પર પ્રતિબંધ જારી રાખવાની સાંસદોની પહેલની પ્રશંસા કરું છું.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ વીઝા પર લંબા સમયથી જારી અમેરિકન નીતિ ગુજરાતમાં ન્યાયના સંઘર્ષ માટે મહત્વપૂર્ણ છે. ' કોલીશન અગેન્સ્ટ જીનોસાઇડ' તરફથી બોલતા હૈદર ખાને કહ્યું કે ગુજરાત વિધાનસભાના સભ્ય માયાબેન કોડનાની અને અમિત શાહ પર લગાવાયેલા આરોપ મોદી સરકાર સામે લાગેલા આરોપો સમાન છે.

English summary
Victims of the Gujarat riots will not get any justice if Narendra Modi becomes India's Prime Minister, Zakia JafriGujarat, Posted on Dec 05, 2012 at 10:40am IST told US lawmakers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X