કેન્યામાં ગુજરાતી વેપારીની હત્યા, પોલીસે જ ચલાવી હતી ગોળી

Written By:
Subscribe to Oneindia News

વિદેશમાં ભારતીયની હત્યા થઇ હોવાની વધુ એક ઘટના સામે આવી છે. સેન્ટ્રલ આફ્રિકાના કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ગુજરાતી વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગોળી પોલીસે જ મારી હતી અને આથી ઘટના વધુ ચર્ચામાં આવી છે. આ અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ ટ્વીટ કર્યું હતું. તેમણે આ અંગે રવિવારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કેન્યા સરકારે આ ઘટના અંગે માફી માંગી છે.

World

જે ગુજરાતી વેપારીનું મૃત્યુ થયું એનું નામ બંટી શાહ હતું. આ ઘટના રાત્રે ત્રણ વાગે બની હતી. સુષ્મા સ્વરાજે રવિવારે જ નૈરોબીના ઇન્ડિયન હાઇ કમિશન તરફથી રિપોર્ટ મંગાવી હતી. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂળ ભારતીય એવા બંટી શાહ કેન્યાના જ નાગરિક હતા. બંટી શાહના મકાનની સામે જ કેન્યાના સુરક્ષાદળો આતંક વિરોધી અભિયાનમાં વ્યસ્ત હતા. અવાજો સાંભળી બંટીને લાગ્યું કે, આ કોઇ સશસ્ત્ર લૂંટારા હશે અને આથી તેમણે હવામાં ગોળીબાર કર્યો હતો. જેની સામે જવાબ આપતાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં બંટીનું મૃત્યુ થયું હતું. કેન્યા પોલીસને આ ઘટના બાબતે અફસોસ છે. ભારતીય હાઇ કમિશન દ્વારા બંટીના પરિવારને તમામ સહાયતા મળી રહેશે. આ સાથે જ તેમણે બંટી શાહના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

English summary
Gujarati businessman Bunty Shah was shot dead by Kenyan Police in Nairobi. It was a mistake and hence apologized.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.