ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈદનું પાકિસ્તાનમાં મોત? જાણો કેવી રીતે સમાચાર સામે આવ્યા?
ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈદનું પાકિસ્તાનમાં મોત થયુ હોવાના અહેવાલ છે. હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ટ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ઘણા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ રહસ્યમય રીતે માર્યા ગયા છે. આ તમામ ભારતના મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ હતા.

હવે આ કડીમાં ભારતના દુશ્મન નંબર વન આતંકી હાફિઝ સઈદનું નામ પણ જોડાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાફિઝ સઈદને અજાણ્યા લોકોએ તેના ભોજનમાં ઝેર ભેળવી દીધું છે. જમ્યાના થોડા સમય બાદ તેને લોહીની ઉલટી થઈ હતી.
જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેને લાહોરની મેયો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. હાફિઝ સઈદ સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જણાવી દઈએ કે, હાફિઝ સઈદને ઝેર આપવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં લગભગ 20 આતંકીઓની ટાર્ગેટ કિલિંગમાં ભારતનો હાથ છે. આ દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીનું એક નિવેદન પાકિસ્તાનમાં વાયરલ થઈ રહ્યું છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગયા અઠવાડિયે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરકાર બક્ષશે નહીં અને જો તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે તો પણ તેમનો હિસાબ કરશે. હવે તેમનું નિવેદન પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહના આ નિવેદનને હાફિઝ સઈદના મોત સાથે જોડવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ગયા વર્ષે હાફિઝ સઈદના સાળા અને વૈશ્વિક આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીના ગુમ થવાના સમાચાર આવ્યા હતા. જો કે બાદમાં આ અંગે વધુ માહિતી સામે આવી નથી.












Click it and Unblock the Notifications
