Hana-Rawhiti Maipi-Clarke: કોણ છે ન્યુઝીલેન્ડની સૌથી યુવા સાંસદ હાના રાવહીતી? કેમ દુનિયાભરમાં ચર્ચામાં છે?

Who is Hana-Rawhiti Maipi-Clarke : ન્યુઝીલેન્ડની માત્ર 22 વર્ષની સાંસદ હાના રાવહીતી દુનિયાભરમાં ચર્ચાં છે. એક વિવાદાસ્પદ વિઘેયકને ફાડ્યા બાદ તેણી ચર્ચામાં આવી છે.

હાનાએ આ વિવાદાસ્પદ વિધેયકને ફાડ્યા બાદ માઓરી સમાજના પારંપારિક નુત્યનું પ્રદર્શન પણ કર્યુ. આ પછી સંસદને સ્થગિત કરવાની ફરજ પડી.

Who is Hana-Rawhiti Maipi-Clarke

આ વિવાદાસ્પદ બિલનો હેતુ 1840ની વૈતાંગીની ઐતિહાસિક સંધિના સિદ્ધાંતોને સ્પષ્ટ કરવાનો હતો, જેના હેઠળ માઓરી જાતિઓએ અંગ્રેજોને શાસન સોંપ્યું હતું.

આ સંધિમાં માઓરી આદિવાસીઓને તેમની જમીનો પર અધિકાર જાળવવા અને તેમના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ બિલને લઈને ઘણા વિવાદ છે અને ટીકાકારો માને છે કે તે વંશીય અને બંધારણીય સમસ્યાઓમાં વધારો કરી શકે છે.

હાના-રાવહીતી મેપી-ક્લાર્ક ન્યુઝીલેન્ડની સૌથી યુવા સાંસદ છે અને માઓરી પક્ષ પાતી માઓરીનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા 200 વર્ષના ઈતિહાસમાં તેણી સંસદની સૌથી યુવા સભ્ય બની છે. હાનાએ પ્રથમ વખત 2023 ની ચૂંટણી જીતી અને સંસદમાં તેમના પ્રથમ ભાષણ દરમિયાન માઓરી હાકા તરીકે છાપ ઉભી કરી.

તેણી અને તેમના પિતાને પાતી માઓરીની ચૂંટણી લડવા માટે સંભવિત ઉમેદવારો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેણીને યુવા અભિગમ અને મહેનતુ નેતૃત્વને કારણે પસંદ કરવામાં આવી.

હાના ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને તેમની સરકારની મોટી ટીકાકાર રહી છે. લક્સન પર માઓરી અધિકારોને મર્યાદિત કરવાનો આરોપ છે. લક્સનની કેટલીક નીતિઓને કારણે તેની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે.

ટાઈમ મેગેઝિન અનુસાર, હાનાનું નામ પણ પસંદગીના વડાપ્રધાન માટેના 5 સંભવિત ઉમેદવારોની યાદીમાં સામેલ છે.

સંધિ સિદ્ધાંતો બિલને સંસદમાં થોડો ટેકો મળ્યો છે અને તે કાયદો બનવાની અપેક્ષા નથી. સમગ્ર ન્યુઝીલેન્ડમાં આ બિલનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે અને લોકો તેની વિરુદ્ધ છે. ટીકાકારો માને છે કે આ બિલ માત્ર વંશીય તણાવ જ નહીં પરંતુ બંધારણીય અસ્થિરતા પણ લાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X