કુલભૂષણ જાધવને ફાંસીના તખ્તાથી બચાવનાર વકીલ કોણ છે જાણો

Posted By:
Subscribe to Oneindia News

આજે  નેધરલેન્ડની રાજધાની હેગમાં સ્થિત આંતરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઇસીજેમાં કુલભૂષણ જાધવના કેસમાં સુનવણી કરી હતી. જેમાં તેમણે કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી હતી. આ કેસની સુનવણી માટે ભારત અને પાકિસ્તાનના જાણીતા વકીલ આ સમયે એક બીજાની સામે હતા. જેમાં ભારત તરફથી કૂલભૂષણ જાધવનો કેસ હરીશ સાલ્વે લડી રહ્યા હતા. સાલ્વેએ આઇસીજેમાં જાધવના બચાવમાં સાફ કહ્યું કે પાકિસ્તાને જાધવને મોતની સજા સંભળાવીને માનવ અધિકારીનું ઉલ્લંધન કર્યું છે. સાલ્વેની વકાલતે જ એક રીતે જાધવના પ્રાણ બચાવ્યા છે. ત્યારે ભારતનો આ જાણીતો વકીલ ખાલી હાઇ પ્રોફાઇલ કેસ જ લડે છે. સૌથી પહેલા તેમણે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના કેસમાં જીત મેળવી નામના મેળવી હતી. આ માટે તે દિવસોમાં તે એક દિવસની 30 લાખ રૂપિયા ફી ચાર્જ કરતા હતા.

Harish Salve

તેમણે મુકેશ અંબાણી માટે કેસ લડ્યો હતો અને જીત્યો પણ હતો. તો સામે પક્ષે ભાઇ અનિલ અંબાણીએ ભારતના જાણીતા વકીલ રામ જેઠમલાણીને હાયર કર્યા હતા. જેમને હાર આપી સાલ્વેએ આ કેસ જીત્યો હતો. એટલું જ નહીં તેમણે રતન ટાટાથી લઇને વોડાફોન માટે પણ કેસ લડ્યા છે. સાથે જ સલમાન ખાનના કેસમાં પણ તેમણે સલમાન ખાનને જેલ જતો બચાવ્યો હતો. જો કે કુલભૂષણ જાધવના કેસમાં સાલ્વેએ ખાલી 1 રૂપિયા લઇને જ કેસ લડ્યો હતો. એટલું જ નહીં ભારતીય નાગરિકને બચાવવા માટે સરકાર તરફથી લેવામાં આવી રહેલા સતર્ક પગલા માટે તેમણે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ ટ્વિટ કરીને સાલ્વેનો આભાર માન્યો હતો.

English summary
Harish Salve fighting for Kulbhushan Jadhav in International Court of Justice is the most expensive lawyer of India.
Please Wait while comments are loading...