લૉકડાઉન દરમિયાન સ્પેનિશ પોલીસે આવી રીતે લોકોને કર્યા એન્ટરટેન, જુઓ વીડિયો
લૉકડાઉન દરમિયાન સ્પેનિશ પોલીસે આવી રીતે લોકોને કર્યા એન્ટરટેન, જુઓ વીડિયો
વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. મોટાભાગના દેશમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. ભારત, સ્પેન, ઈટલી, અમેરિકા સહિતના દેશોમાં લોકો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. આપણે ત્યાં ભારતમાં લૉકડાઉનનો નિયમ તોડનારાઓ સામે પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરી રહી છે, કોઈના પર લાઠીચાર્જ તો કોઈને સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. જ્યારે સ્પેનમાં પોલીસે કંઈક એવું કર્યું જે જોઈ તમે પણ કહેશો વાહ... પોલીસ હોય તો આવી. અહીં ઘરમાં કેદ રહેવા મજબૂર થયેલા લોકોને એન્ટરટેઈન કરવા માટે પોલીસે ખાસ પહેલ કરી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

સ્પેનિશ પોલીસે લોકોને એન્ટરટેન કર્યા
ટ્વિટર પર શેર કરવામાં આવેલ ફૂટેજમાં એક પોલીસ ઑફિસર ગિટાર હાથમાં લઈ ગલીમાં ઉભો જણાઈ રહ્યો છે અને તેની આજુબાજુમાં પોલીસની કાર્સ અને અન્ય પોલીસ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. ઓચિંતી પોલીસ એક ગલીમાં 3-4 કાર લઈને આવે છે અને સાયરન વગાડે છે, બધા જ લોકો પોતપોતાની બાલકની પર આવી જાય છે. બાદમાં એક પછી એક પોલીસવાળા પોતાની કારમાંથી બહાર નીકળે છે અને એક પોલીસના હાથમાં ગિટાર જોવા મળે છે. બધા જ જોડે મળીને લોકોને એન્ટરટેઈન કરવા માંટે સ્ટ્રીટ પરફોર્મન્સ આપે છે જેના પર નાગરિકો પણ સૂરને તાલ આપીને ઝૂમી ઉઠે છે અને આવી કપટ સ્થિતિમાં પણ ખુદને ખુશ રાખવાના મોકા શોધી લે છે.

કોરોનાના કહેર વચ્ચે લોકોમાં છે ભયનો માહોલ
મજોરકાના Algaida Police Departmentના અધિકારીઓ દ્વારા આ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. ડીયારીયો ડી માલ્લોરકાએ જણાવ્યું કે તેમણે 20 માર્ચે બપોર પછી 3 અને સાંજના 7 વાગ્યે સિંગિંગનું અને ડાન્સિંગનું પરફોર્મન્સ આપ્યું હતું. સ્થાનિક સમાચાર પત્રો મુજબ બીજા દિવસે (21 માર્ચે) પિના અને રંડા ખાતે પણ પણ તેમણે આવી જ રીતે લોકોને એન્ટરટેઈન કર્યા હતા.
|
વીડિયો ટ્વીટર પર વાયરલ
પોલીસ અધિકારીઓને આવા સંકટના સમયે નાચતા અને ગાતા જોઈ પોતપોતાના બાલકની પર ઉભેલા લોકો પણ ખુદને રોકી નથી શકતા અને તેમની સાથે ગીત ગાવા લાગે છે. હતાશા, માંદગી અને ટેન્શનના સમયમાં લોકો ઘરમાં કેદ છે ત્યારે સ્પેનના લોકોને આવી જ મ્યૂઝિક થેરેપીની ખાસ જરૂર હતી જે પૂરી પાડવા પોલીસ અધિકારીઓએ એકપણ કસર બાકી નથી રાખી. વિશ્વભરમાં કોરોનાનો કહેર છે, તેમાં પણ ખાસ કરીને યુરોપના દેશોની હાલત સૌથી વધુ ખરાબ છે.












Click it and Unblock the Notifications
