For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સરહદ પર ઘાત લગાવીને બેઠું ડ્રેગન, LAC પર પાક્કા કેમ્પ બનાવી રહ્યું છે ચીન

ભારતીય સરહદ પર ઘાત લગાવીને બેઠું ડ્રેગન, LAC પર પાક્કા કેમ્પ બનાવી રહ્યું છે ચીન

|
Google Oneindia Gujarati News

ભારત સાથેના સીમા વિવાદને લઈ એક તરફ ચીન વાતચીત કરી રહ્યું છે તો બીજી તરફ બહુ ચાલાકીથી તેના સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે સ્થાયી કેમ્પ બનાવી રહ્યા છે. એક વખત પાક્કાં કેમ્પ બની ગયા બાદ વિવાદિત વિસ્તારોમાં ચીની સૈનિકો ગણતરીની મિનિટોમાં પહોંચી શકે છે.

china

એએનઆઈ સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં સરકારી સૂત્રોએ જણાવ્યું કે આવા પ્રકારનો એક કેમ્પ ચીની ટેરેટરીના કેટલાક કિલોમીટરની અંદર છે. આ ઉત્તરી સિક્કિમ વિસ્તારની ઠીક વિપરિત સ્થિત છે. પાછલા વર્ષે જાન્યુઆરીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે જ્યાં અથડામણ થઈ હતી તે સ્થળેની નજીક જ આ કેમ્પ આવેલા છે. પાક્કા કેમ્પ બની ગયા બાદ ચીનને સીમાવર્તી વિસ્તારોમાં પોતાના જવાનો તૈનાત કરવામાં આસાની રહેશે. ત્યાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણાથી શ્રેષ્ઠ છે, જેને પગલે ચીની સેના ભારતીયોની સરખામણીએ સરહદ પર જલદી પહોંચશે.

સૂત્રોનું કહેવું છે કે પૂર્વી લદાખ અને અરુણાચલ સેક્ટરમાં પણ આવા પ્રકારના આધુનિક ભવનોનું નિર્માણ જોવા મળ્યું છે. આવા ઠેકાણે હવે શિયાળામાં પણ ચીની સૈનિકો આરામથી જઈ શકશે. અત્યાર સુધી પૂર્વી લદ્દાખમાં તૈનાતી દરમિયાન વધુ ઠંડી દરમિયાન ઘણા પ્રોબ્લેમ સર્જાતા હતા. જેને પગલે અહીં 90 ટકા જવાનોને રોટેટ કરવા પડતા હતા. હવે ચીનના આ વલણથી સ્પષ્ટ થાય છે કે તે સીમાવર્તી વિસ્તારોમાં લાંબા સમય સુધી હાજરી નોંધાવવા માંગે છે. આ ઉપરાંત ચીન પેંગોંગ વિસ્તારમાં પણ સ્થાયી ઠેકાણા બનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચચે પાછલા વર્ષે ગલવાન ઘાટી અને અન્ય કેટલાક વિસ્તારોમાં ટકરાવ થયા બાદ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.

English summary
here is why china's concrete camps near Sikkim’s Naku La are concern for india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X