For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ચીનને આપ્યો જબરો ઝાટકો, ચીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકાએ ચીનને આપ્યો જબરો ઝાટકો, ચીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદથી અમેરિકા અને ચીનના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે. અમેરિકા કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધમાં પણ તણાવની અસર જોવા મળવા લાગી છે. અમેરિકાએ પહેલે જ ચીની વિદ્યાર્થીઓના વીજા પર રોક લગાવી દીધી હતી અને હવે ચીનને વધુ એક ઝાટકો આપતા અમેરિકાએ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

donald trump

સોમવારે અમેરિકાએ મોટો ફેસલો લેતા ચીનના કેટલાય પ્રોડક્ટ્સની આયાત પર રોક લગાવી દીધી. જાણકારી મુજબ યૂએઈ કસ્ટમ્સ એન્ડ બૉર્ડર પ્રોટેક્શને ચીનથી આયાત થતી ઉત્પાદનો પર પાંચ વિમોચન આદેશ જાહેર કરી તેમની આયાત પર રોક લગાવી દીધી. ચીનના શિનજિયાંગ પ્રાંતના ઉઈધુર ક્ષેત્રમાં જબરદસ્તી કામ કરાવી બનાવેલા ઉત્પાદનો પર આ આદેશ લાગૂ હશે.

અમેરિકાએ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને ચીનના ઉત્પાદનો પર પાંચ પ્રકારની છૂટ પર રોક લગાવતા ચીનને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે ચીનના શિનજિયાંગ પ્રાંતના ઉઈગર વિસ્તારમાં લોકો પાસેથી જબરદસ્તી કામ કરાવી બનાવેલા ઉત્પાદનોનું આયાત નહિ થાય. અમેરિકાએ કહ્યું કે ચીનના આ વિસ્તારોમાં માનવાધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. ચીની સરકાર હ્યૂમન રાઈટ્સનું ઉલ્લંઘન કરતા ત્યાંના મજૂરોનું ઉત્પીડન કરી રહી છે. માટે અહીંના ઉત્પાદનોની આયાત પર રોક લગાવવાનો ફેસલો લીધો છે.

જણાવી દઈએ કે અમેરિકા અને ચીન વચ્ચે વેપારની સાથોસાથ કોરોના વાયરસ, માનવાધિકાર જેવા કેટલાય મુદ્દા પર તણાવની સ્થિતિ બનેલી છે. અગાઉ અમેરિકાએ ચીની વિદ્યાર્થીઓના વીજા પર રોક લગાવવાનો ફેસલો લીધો હતો. જ્યારે અમેરિકામાં ચીની જાસૂસ પકડાયા બાદથી અમેરિકાએ ચીનને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુપુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ

English summary
here is why donald trump imposed ban on import of chinese product
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X