For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં પણ એક એવું શહેર છે જ્યાં જતાં તાલિબાન પણ થરથર ધ્રૂજી ઉઠે

અફઘાનિસ્તાનમાં પણ એક એવું શહેર છે જ્યાં જતાં તાલિબાન પણ થરથર ધ્રૂજી ઉઠે

|
Google Oneindia Gujarati News

કાલુબની સાથોસાથ તાલિબાને અફઘાનિસ્તાનના કેટલાય શહેરો અને પ્રાંતો પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. આ દરમિયાન તાલિબાને કાબુલમાં પ્રવેશ કરતાની સાથે જ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રેસિડેન્ટ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડતાની સાથે જ તાલિબાને તેજીથી અન્ય શહેરો પર કબજો જમાવવો શરૂ કર્યો અને ગણતરીના દિવસોમાં જ કાબુલ સુધી પહોંચી ગયું. તાલિબાન ભલે પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યું હોય પરંતુ અફઘાનિસ્તાનનો એક એવો વિસ્તાર ચે જ્યાં આજ સુધી તાલિબાન કબજો નથી કરી શક્યું.

નોર્થન અલાયન્સના કમાંડરનો ગઢ

નોર્થન અલાયન્સના કમાંડરનો ગઢ

આ વિસ્તાર છે નોર્થન અલાયન્સના પૂર્વ કમાંડર અહમદ શાહ મસૂદનો ગઢ પંજશીર ઘાટી. જાણીને તમે દંગ રહી જશો કે એક તરફ જ્યાં તાલિબાન દેશના કેટલાય ભાગો પર કબજો કરી ચૂક્યું છે, ત્યાં જ કાબુલ પાસે આવેલ પંજશીર પર આક્રમણ કરતા પહેલાં હજાર વખત વિચારે છે. 90ના દશકામાં જ્યારે તાલિબાને અફગાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો તે સમયે પણ પંજશીર પર તેઓ પોતાની હકૂમત સ્થાપવામાં નિષ્ફળ થયા હતા.

આજદિવસ સુધી કબજો ના જમાવી શક્યા

આજદિવસ સુધી કબજો ના જમાવી શક્યા

અફઘાનિસ્તાનમાં પંજશીર જ એક એવો વિસ્તાર છે જ્યાંના લોકો તાલિબાનના આતંકવાદ સામે વિદ્રોહનો ઝંડો બુલંદ કરે છે. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ પંજશીર સાથે જ સંબંધ ધરાવે છે, કાલુબમાં તાલિબાનના પ્રવેશ બાદથી જ તેઓ અહીં રહી રહ્યા છે. પંજશીરના ખૌફનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે 1980થી લઈ 2021 સુધી તેના પર તાલિબાન ક્યારેય કબજો નથી જમાવી શક્યું.

અમેરિકી સેના અને સોવિયેત સંઘની પણ હિમ્મત નહોતી થઈ

અમેરિકી સેના અને સોવિયેત સંઘની પણ હિમ્મત નહોતી થઈ

એટલું જ નહી, અમેરિકી સેના અને સોવિયેત સંઘ પણ ક્યારેય પંજશીર પર જમીની કાર્યવાહી નથી કરી શક્યું, જો કે હવાઈ હુમલાથી કેટલીયવાર અહીંના લોકોના ઈરાદા કમજોર કરવાની કોશિશ થઈ છે. અહીંની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દુશ્મન ક્યારેય જમીન પરથી હુમલો કરવા વિશે વિચારી પણ ના શકે. પંજશીર પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે તાલિબાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે, તેમણે કહ્યું કે તેઓ કોઈપણ પરિસ્થિતિઓમાં તાલિબાન આતંકવાદીઓ સામે નહી ઝૂકે.

તાલિબાન સામે ક્યારેય નહીં નમુંઃ અમરુલ્લાહ સાલેહ

તાલિબાન સામે ક્યારેય નહીં નમુંઃ અમરુલ્લાહ સાલેહ

અમરુલ્લાહ સાલેહે પોતાના અન્ય એક ટ્વીટમાં લખ્યું, 'હું અમારા નાયક અહમદ શાહ મસૂદ, કમાંડર, લેજન્ડ અને ગાઈડની આત્મા અને વિરાસત સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું. જેમણે મારી વાત સાંભળી તેવા લાખો લોકોને હું ક્યારેય નિરાશ નહીં કરું. તાલિબાન સાથે હું ક્યારેય એક છત નીચે નહીં રહું. ક્યારે નહીં.' પંજશીરથી અમરુલ્લાહ સાલેહની એક ફોટો પણ સામે આવી હતી જેમાં તેઓ કેટલાક સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.

તાલિબાનને પડકાર ફેંકી શકે પંજશીર

તાલિબાનને પડકાર ફેંકી શકે પંજશીર

માનવામાં આવી રહ્યું છે કે અમરુલ્લાહ સાલેહ અહીંથી તાલિબાન વિરુદ્ધ મોર્ચો ખોલી શકે છે. તાલિબાનના જન્મથી જ નોર્થન અલાયન્સે આ આતંકવાદી સંગઠનનો વિરોધ કર્યો છે. ઉમ્મીદ જતાવાઈ રહી છે કે હવે અમરુલ્લાહ સાલેહ પોતાના કમાંડર અહમદ શાહ મસૂદની જગ્યા લઈ શકે છે. એક તરફ જ્યાં અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર તાલિબાને આસાનીથી કબજો જમાવી લીધો છે, ત્યાં જ પંજશીર આગામી સમયમાં તાલિબાનને પડકાર ફેંકી શકે છે.

English summary
here is why taliban can never occupy panjshir area of afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X