વિશ્વમાં સૌથી વધારે 1,39,56,010 ગુલામો ભારતમાં : રિપોર્ટ
ભારતમાં વિશ્વમાં સૌથી વધારે એક કરોડ 40 લાખ લોકો ગુલામો જેવું જીવન વિતાવી રહ્યા છે. આ દાવો ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સ 2013માં કરવામાં આવ્યો છે. આ યાદી અનુસાર દુનિયાભરમાં અંદાજે ત્રણ કરોડ લોકો ગુલામો જેવું જીવન જીવી રહ્યા છે. જો કે વસતીના પ્રમાણમાં વાત કરીએ તો સૌથી વધારે અંદાજે 4 ટકા અધુનિક ગુલામ આફ્રિકાના દેશ મોરિતાનિયામાં છે.
ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સ 2013માં 162 દેશોની સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ અંગેના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સંબંધિત દેશોની સરકારોને ગુલામીની છુપાયેલી સમસ્યાથી ઉકેલ મેળવવામાં સહાય મળશે.
ગુલામીની આધુનિક પરિભાષા અનુસાર આ યાદી ઓસ્ટ્રેલિયામાં અધિકારો માટે કામ કરનારી સંસ્થા વૉક ફ્રી ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં મજુરો, જબરદસ્તી લગ્ન અને માનવ તસ્કરીનો સમાવેશ થાય છે. આ સંસ્થાએ વિશ્વભરમાં બે કરોડ નેવું લાખ આઠ હજાર ગુલામો હોવાનું આકલન છે. સંસ્થાનું કહેવું છે કે વિશ્વમાં સૌથી વધારે ગુલામો ભારત, ચીન, પાકિસ્તાન અને નાઇજીરિયામાં છે. આગળ જાણો ભારત ઉપરાંત અન્ય કયા દેશમાં સૌથી વધારે ગુલામોની સંખ્યા...

1
ભારત - 13,956,010

2
ચીન - 2,949,243

3
પાકિસ્તાન - 2,127,132

4
નાઇજિરિયા - 701,032

5
ઇથોપિયા - 651,110

6
રશિયા - 516,217

7
થાઇલેન્ડ - 472,811

8
ડીઆર કોંગો - 462,327

9
મ્યાનમાર - 384,037

10
બાંગ્લાદેશ - 343,192












Click it and Unblock the Notifications
