હવે આ દેશમાં હિજાબ પહેરવા પર લાગ્યો પ્રતિબંધ, પહેર્યો તો થશે ભારે દંડ

હિજાબને લઇ દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટેમાં પણ આ મામલે સુનવણી થઇ રહી છે. આ ઉપરાંત ભારતમાં જ નહી પરંતુ વિશ્વના ઘણા દેશોમાં હિજાબને લઇ વિવાદ ચાલી રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી ઇરાનમાં હિજાબના વિરોધમાં પ્ર

હિજાબને લઇ દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટેમાં પણ આ મામલે સુનવણી થઇ રહી છે. આ ઉપરાંત ભારતમાં જ નહી પરંતુ વિશ્વના ઘણા દેશોમાં હિજાબને લઇ વિવાદ ચાલી રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી ઇરાનમાં હિજાબના વિરોધમાં પ્રદર્શ ચાલુ છે. આ પ્રદર્શનમાં જેમાં અનેક લોકોના મોત થયા છે. ઈરાની મહિલાઓની માંગ છે કે તેમને તેમની પસંદગીના કપડાં પહેરવાની છૂટ આપવામાં આવે. આ વિરોધને કારણે તે રસ્તાઓ પર હિજાબનો બહિષ્કાર કરી રહી છે, આ દરમિયાન યુરોપના અન્ય એક દેશે જાહેર સ્થળોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. સ્વિટ્ઝરલેન્ડમાં બુરખા પ્રતિબંધ કાયદા હેઠળ ચહેરો ઢાંકવા પર 1000 ફ્રેંક એટલે કે 82 હજાર રૂપિયાનો દંડ લાગશે.

અમુક જગ્યાએ મળશે છુટ

અમુક જગ્યાએ મળશે છુટ

સ્વિસ ફેડરલ કાઉન્સિલે સંસદમાં ડ્રાફ્ટ કાયદાની દરખાસ્ત કરવાની જાહેરાત કરી છે. જો કે, તેમાં ઘણી બધી છૂટનો પણ સમાવેશ થાય છે કે જેના હેઠળ રાજદ્વારી પરિસર, પૂજા સ્થાનો અને વિમાનમાં ચહેરો ઢાંકવા પરનો પ્રતિબંધ લાગુ થશે નહીં. આ ઉપરાંત, સ્વાસ્થ્ય, સલામતી, આબોહવાની પરિસ્થિતિઓ અને સ્થાનિક રિવાજોને લગતા કારણોસર ચહેરો ઢાંકવો તે કાયદેસર રહેશે. કલાના પ્રદર્શન અને જાહેરાતોને પણ મુક્તિ આપવામાં આવી છે.

સ્વિત્ઝર્લેન્ડમાં 5 ટકા મુસ્લિમ

સ્વિત્ઝર્લેન્ડમાં 5 ટકા મુસ્લિમ

સંસદ દ્વારા ડ્રાફ્ટ કાયદાને મંજૂરી મળ્યા બાદ સ્વિત્ઝર્લેન્ડમાં આ બિલ અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે સ્વિત્ઝરલેન્ડમાં કુલ વસ્તીના 5 ટકા મુસ્લિમો છે. આ મુસ્લિમો તુર્કી અને બાલ્કન મૂળના છે. અગાઉ સાર્વજનિક સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને 2021માં લોકમતમાં મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ 7 માર્ચ 2021ના રોજ સ્વિટ્ઝર્લેન્ડે જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર મતદાન કર્યું હતું.

જાહેર સલામતી સુનિશ્ચિત કરવા કાયદો

જાહેર સલામતી સુનિશ્ચિત કરવા કાયદો

સ્વિટ્ઝર્લેન્ડમાં ચહેરો ઢાંકવા પરના પ્રતિબંધમાં ઘુંઘટ, બુરખો અને નકાબનો સમાવેશ થાય છે. સ્પુટનિકના અહેવાલ મુજબ, લગભગ 51.21% મતદારોએ ચહેરો ઢાંકવા પરના પ્રતિબંધને સમર્થન આપ્યું હતું. સ્વિસ કેબિનેટે 2022માં બુરખા કાયદાના ઉલ્લંઘન માટે પ્રસ્તાવિત દંડની રકમ 10,000 સ્વિસ ફ્રેંકથી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. સ્વિસ કેબિનેટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર સુરક્ષા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.

પ્રસ્તાવમાં બુરખાનો સિધો ઉલ્લેખ નથી

પ્રસ્તાવમાં બુરખાનો સિધો ઉલ્લેખ નથી

કેબિનેટમાં ચહેરો ઢાંકવા માટે દંડની દરખાસ્તમાં બુરખાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. રિપોર્ટ અનુસાર, તેનો હેતુ હિંસક પ્રદર્શનકારીઓને માસ્ક પહેરવાથી રોકવાનો છે. પરંતુ સ્થાનિક રાજકારણીઓ, મીડિયા અને પ્રચારકોએ તેને 'બુરખા પ્રતિબંધ' તરીકે ઓળખાવીને પ્રોત્સાહન આપ્યું છે. એક નિવેદનમાં, કેબિનેટે કહ્યું કે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ જાહેર સલામતી અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. સજા તેની પ્રાથમિકતા નથી.

મુસ્લિમ સંગઠનોએ કરી નિંદા

મુસ્લિમ સંગઠનોએ કરી નિંદા

ડેઇલીમેઇલે અહેવાલ આપ્યો છે કે પ્રતિબંધના સમર્થકો કહે છે કે "ચહેરો ઢાંકવો એ કટ્ટરવાદ, રાજકીય ઇસ્લામનું પ્રતીક છે". મુસ્લિમ જૂથોએ મતને ભેદભાવપૂર્ણ ગણાવીને વખોડી કાઢી છે અને કાનૂની પડકારની હાકલ કરી છે. નોંધપાત્ર રીતે, યુરોપમાં, ફ્રાન્સ, ડેનમાર્ક, ઑસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયાએ જાહેરમાં ચહેરા ઢાંકવા પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X