હિલેરી ક્લિંટનના મગજમાં લોહીની ગાંઠ, સારવાર શરૂ

તેમને ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતા અને લોહીના ગઠ્ઠાને પીગાળવા માટે નિયમિત રૂપથી દવા આપવામાં આવી રહી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે આ ગાંઠ તેમના માથામાં છે જે મસ્તિષ્ક અને જમણા કાનની પાછળ ખોપડી વચ્ચે છે.
આ અંગે માઉન્ટ કાયસ્કો મેડિકલ ગ્રુપના ડૉ. લીઝા બારડેક અને જોર્જ વોશિંગ્ટન વિશ્વાલયના ડૉ. જીજી એલ બાયૌમીએ નિવેદનમાં કહ્યું હતું કે 'અમે રવિવારે તેમનો એમઆરઆઇ કર્યો જેમાં જાણવા મળ્યું છે કે તેમના માથમાં લોહી જામી ગયું છે. અમે તેમને નિયમિત રીતે દવા આપી રહ્યાં છીએ. જેનાથી જલદી જ લોહીની ગાંઠ પીગળી જશે અને તે સંપુર્ણ રીતે ઠીક થઇ જશે.
અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેઓ જલદી ઠીક થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે. તેમનો કાર્યકાળ થોડા દિવસોમાં પુરો થઇ જશે. વિદેશ મંત્રી વિના તેમના કાર્યને બિરદાવી શકાય છે. હિલેરી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનના પત્ની છે.












Click it and Unblock the Notifications
