હિના અને બિલાવલને કઢંગી હાલતમાં જોઇ ગયા હતા ઝરદારી!

અખબારે જણાવ્યું હતું કે હિનાને બે વર્ષ પહેલા જ ખબર પડી ગઇ હતી કે પતિ ફિરોઝ ગુલઝારનું તેમની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે અનૈતિક સંબંધ હતા. અખબારે જણાવ્યું કે હિનાએ આ અંગે તેના પિતાને પણ જાણ કરી હતી અને એક વખત હિનાએ આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.
આ અખબારે એવો પણ ખુલાશો કર્યો હતો કે પાક. રાષ્ટ્રપતિ અને બિલાવલના પિતા ઝરદારીએ હિના અને બિલાવલને કઢંગી હાલતમાં જોઇ લીધા હતા. ત્યારબાદ ઝરદારીએ બિલાવલને ખખડાવ્યો હતો, અને હિનાને વિદેશમંત્રીના પદ પરથી હટાવી દેવાની ધમકી આપી હતી. પાક. મીડિયામાં પણ એ વખતે આ ઘટનાએ જોર પકડ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે હિના રબ્બાની ખાર હાલમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની સાથે ન્યૂયોર્કમાં છે. તેઓ અહીં સયુંક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા ગઇ છે.












Click it and Unblock the Notifications
