બાંગ્લાદેશના હિંદુ મંદિરોમાં તોડફોડ, મા કાલીની સાત મૂર્તિઓ તોડી

Subscribe to Oneindia News

બાંગ્લાદેશમાં વસેલ હિંદુ સમુદાય ફરીથી ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. અહીં રવિવારે કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી દેવામાં આવી. દેવી કાલીની સાત મૂર્તિઓને નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. કેટલાક દિવસો પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યારે 10 મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો.

bangladesh

બાંગ્લાદેશના ઉત્તરી નેત્રકોના વિસ્તારમાં પહેલી ઘટના બની જ્યાં કેટલાક અજાણ્યા લોકોએ એક હિદુ મંદિરમાં તોડફોડ કરી. નેત્રકોના સદરના સિંગરબાંગ્લા સંઘના મૈમેન સિંહ રોહી ગામના લોકોએ રવિવારે મંદિરનો દરવાજો ખોલ્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી. બાંગ્લાદેશના અખબાર ઢાકા ટ્રિબ્યૂનની ખબર મુજબ મંદિરનો ઢાંચો તૂટેલો હતો. તૂટેલી મૂર્તિઓ મંદિરથી 600 મીટર દૂર પડી હતી. ઘટના બાદ પોલિસને સૂચિત કરવામાં આવ્યા. નેત્રકોના સદરના પોલિસ સ્ટેશન પ્રભારી શાહ્નૂર-એ-આલમે જણાવ્યુ કે પોલિસે ઘટના સ્થળની મુલાકાત લીધી અને તોડફોડના પુરાવા ભેગા કર્યા. પોલિસે દોષિતો પર કાર્યવાહીની વાત કહી છે.

ઓક્ટોબરમાં પણ બની હતી ઘટના

ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં હિંદુઓના છ ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન નરસિંહનગરના બ્રહમાણબારિયામાં 15 મંદિરો અને 20 થી વધુ ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને ફેસબુકની એ પોસ્ટ બાદ અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ઇસ્લામ આક્રમક હોવાની વાત કહેવામાં આવી હતી. આ ઘટનામાં એક સાઇબર કાફેના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તેણે જ હિંદુ મંદિરો અને ઘરો પર હુમલાનું કાવતરુ રચ્યુ હતુ. બાંગ્લાદેશના માનવાધિકાર સંગઠનનું કહેવુ છે કે અહીં ઘણા હિંદુ મંદિરો પર હુમલા થઇ રહ્યા છે અને આ બધા સુનિયોજિત હુમલા છે.

English summary
Hindu temples vandilised in Bangladesh and seven idols smashed.
Please Wait while comments are loading...