For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે પાકિસ્તાનમાં નવી સરકારનું ભાવિ નક્કી કરશે હિંદુ મતદારો

પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અહીં મતદારો અંગે નવા આંકડા સામે આવ્યા છે જે મુજબ પાકમાં કોઈ પણ સરકારનું ભવિષ્ય હિંદુ મતદારોના હાથોમાં હશે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અહીં મતદારો અંગે નવા આંકડા સામે આવ્યા છે. આ આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ મતદારોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનના અખબાર ડૉન દ્વારા આ અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2013 માં 2.77 મિલિયન બિન મુસ્લિમ મતદારો હતા. હવે પાંચ વર્ષ બાદ આ સંખ્યા વધીને 3.63 મિલિયન સુધી પહોંચી ગઈ છે. એટલે કે આમા 30 ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ પણ થાય કે પાકમાં કોઈ પણ સરકારનું ભવિષ્ય હિંદુ મતદારોના હાથોમાં હશે.

હિંદુ, ક્રિશ્ચિયન અને પારસી મતદારો વધ્યા

હિંદુ, ક્રિશ્ચિયન અને પારસી મતદારો વધ્યા

ડૉનના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે બિન-મુસ્લિમ મતદારો એટલે કે અલ્પ સંખ્યકોમાં સૌથી વધુ હિંદુ મતદારો છે. વર્ષ 2013 માં બિન મુસ્લિમ મતદારોની સંખ્યામાં અડધા હિંદુ હતા પરંતુ આ વખતે એવુ નથી. વર્ષ 2013 માં હિંદુ મતદારોની સંખ્યા 1.40 મિલિયન હતી જ્યારે 2018 માં આ સંખ્યા વધીને 1.77 મિલિયન પહોંચી ગઈ છે. વળી, બનિ મુસ્લિમ અલ્પ સંખ્યક મતદારોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ડૉનના આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે હિંદુઓ પછી બિન મુસ્લિમ મતદારોમાં ઈસાઈ મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વખતે લગભગ 1.64 મિલિયન ક્રિશ્ચિયન લોકો મત આપવાનો અધિકાર ધરાવે છે. ઈસાઈ મતદારોની સંખ્યામાં હિંદુઓની તુલનામાં ઘણો વધારો થયો છે. હિંદુઓ અને ક્રિશ્ચિયનો ઉપરાંત પાકિસ્તાનમાં પારસી મતદારોની સંખ્યા પણ વધી છે.

31 મે ના રોજ પૂર્ણ થાય છે સરકારનો કાર્યકાળ

31 મે ના રોજ પૂર્ણ થાય છે સરકારનો કાર્યકાળ

પાકિસ્તાનના ચૂંટણી આયોગ દ્વારા ગયા સપ્તાહે એક ઔપચારિક ચિઠ્ઠી જાહેર કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં આયોગે 25 અને 27 જુલાઈ વચ્ચે સામાન્ય ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને આપ્યો હતો. ત્યારબાદ આયોગે ચૂંટણીની તારીખોનું એલાન કર્યુ હતુ. પાકના કાયદા મુજબ ચૂંટણી આયોગે સામાન્ય ચૂંટણી કરાવવા માટે રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખવાની હોય છે અને રાષ્ટ્રપતિ પાસે તારીખો નક્કી કરવાનો અધિકાર હોય છે. પાકિસ્તાનની વર્તમાન સરકારનો કાર્યકાળ 31 મે ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ સામાન્ય ચૂંટણી 25 જુલાઈના રોજ થવાની છે. આ પહેલા એક જૂને નવી કાર્યવાહક સરકાર પોતાની જવાબદારી સંભાળી લેશે.

બીજી વાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો

બીજી વાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો

સોમવારે પાકિસ્તાનના પૂર્વ ન્યાયાધીશ રહી ચૂકેલ નસીર-ઉલ-મુલ્કને કાર્યવાહક પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. મુલ્કની સરકાર ત્યાં સુધી પોતાની જવાબદારી સંભાળશે જ્યાં સુધી પાકિસ્તાનમાં નવી સરકારનું ગઠન ન થઈ જાય. પાકિસ્તાનના ઈતિહાસમાં આ બીજી વાર છે કે જ્યારે કોઈ સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હોય. પાકિસ્તાનમાં મે 2013માં ચૂંટણી થઈ હતી. આ પહેલા વર્ષ 2008 માં પણ જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી થઈ હતી તે સમયે ચૂંટાયેલી સરકારે પણ પાંચ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂરો કર્યો હતો.

English summary
hindus will be a deciding factor upcoming government in pakistan non muslim voters increased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X