For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં હાલાત બેકાબૂઃ 24 કલાકમાં કોરોનાથી 2000 લોકોના મોત

અમેરિકામાં હાલાત બેકાબૂઃ 24 કલાકમાં કોરોનાથી 2000 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર અમેરિકામાં તબાહી મચાવી રહ્યો છે. વિશ્વની મહાશક્તિ કોરોના વાયરસ સામે બબસ જોવા મળી રહી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના હાલાત જોઈ ચિંતિત છે, પરંતુ તે કોરોના વાયરસથી સંક્રમણને રોકવામાં નિષ્ફળ થઈ રહ્યા છે. કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા તેજીથી વધતી જઈ રહી છે. પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 2000 થઈ ગઈ છે.

ન્યૂયોર્કમાં 731 લોકોના મોત

ન્યૂયોર્કમાં 731 લોકોના મોત

માત્ર ન્યૂયોર્કમાં જ 731 લોકોના જીવ પાછલા 24 કલાકમાં ચાલી ગઈ. આ એક દિવસમાં અમેરિકાના કોઈ રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ મોત છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે 5489 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આખું વિશ્વ આ બીમારીના લપેટામાં આવી ગયું છે, પરંતુ સૌથી વધુ ખરાબ હાલાત અમેરિકાના છે. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાઓનો આંકડો 12000ને પાર કરી ચૂક્યો છે.

મૃતદેહો માટે જગ્યા નથી

મૃતદેહો માટે જગ્યા નથી

અમેરિકામાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે મડદાઘરમાં જગ્યા ઘટી રહી છે. અમેરિકામાં પાર્કોમાં અસ્થાયી રૂપે મૃતદેહોને દફનાવવા પર વિચાર કરવામાં આી રહ્યો હતો. જો કે આના પર હાલ અમલ કરવામાં આવ્યો નથી અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે અન્ય સ્થાનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

વિશ્વમાં 75000 લોકોના મોત

વિશ્વમાં 75000 લોકોના મોત

જ્યારે અમેરિકાના વૉશિંગ્ટન યૂનિવર્સિટીના વૈાનિકો મુજબ બ્રિટનમાં કોરોના વાયરસથી જુલાઈ સુધી 66000 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં એ દાવો પણ કરવામાં આવ્યો છે કે અહીં ઈટલીથી ત્રણ ગણા વધુ મોત થયાં. કોરોના વાયરસથી આખી દુનિયામાં મરનારાઓની સંખ્યા 75500 થઈ ગઈ છે. જેમાં માત્ર 50 હજારથી વધુ મોત યૂરોપમાં થયાં છે. જ્યારે ફ્રાંસમાં કોરોના સંક્રમણથી મરનારાઓની સંખ્યા 10000ને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી આ બીમારીનો ઈલાજ શોદી શકાયો નથી. સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ રહી છે. જ્યારે ભારતમાં પણ કોરોના સંક્રમણના મામલા તેજીથી વધી રહ્યા છે. અત્યાર સુધી ભારતમાં 4783 લોકો કોરોનાથી સંક્રમિત છે.

લંબાઈ શકે છે લૉકડાઉન, ઘણી રાજ્ય સરકારોએ કેન્દ્રને કરી અપીલલંબાઈ શકે છે લૉકડાઉન, ઘણી રાજ્ય સરકારોએ કેન્દ્રને કરી અપીલ

English summary
Horrible: United States reports nearly 2,000 Coronavirus deaths in last 24 hours, Death due to Corona reached 12000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X