અમિતાભ બચ્ચનથી લઇને પુટિન કરે છે કરોડો ડોલરની ટેક્સ ચોરી?

દુનિયામાં સૌથી વધુ ગુપ્ત રીતે કામ કરતી કંપની મોસ્સાક ફોસેંકા એક તેવી કંપની છે જેની મદદ દુનિયાના અનેક લોકો ખાલી એટલા માટે કરે છે કે તે ટેક્સથી બચી શકે કે પછી તે ઓછા ટેક્સ આપી શકે. ત્યારે હવે આ કંપનીના 10 લાખ સીક્રેટ ડોક્યૂમેન્ટ દ્વારા તેવી માહિતી બહાર આવી છે તેનાથી ટેક્સ ચોરો વિષે અનેક જાણકારી પ્રાપ્ત થઇ શકે. આ ડોક્યૂમેન્ટની તપાસને "પનામા પ્રોજેક્ટ" નામ આપવામાં આવ્યું છે. અને આ ડોક્યુમેન્ટને "પનામા પેપર્સ". ત્યારે આ ડોક્યુમેન્ટમાં અનેક જાણીતી હસ્તીઓના નામ બહાર આવ્યા છે.

જે મુજબ બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમની કંપની એબીસીએલ શરૂ કરવા પહેલા ચાર કંપનીઓની શરૂઆત કરી ચૂક્યા હતા તેવું બહાર આવ્યું છે. વળી આ ડોક્યુમેન્ટ દ્વારા ખબર પડી છે કે કેવી રીતે મોસાક ફોંસેકા તેના ગ્રાહકોના બ્લેક મનીને લગીલ મની બનાવવામાં અને તેની પર લાગેલા પ્રતિબંધોથી બચાવવામાં મદદ કરતો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના કહેવા મુજબ આ લિસ્ટમાં લગભગ 500થી વધુ ભારતીયોના નામ છે જેમની કંપની, ફાઉન્ડેશન કે પછી કોઇ ટ્રસ્ટના નામે ટેક્સ ચોરી કરી હોય. ત્યારે આ ડોક્યુમેન્ટ દ્વારા અને જાણીતી હસ્તીઓ પર ટેક્સ ચોરીનો આરોપ પણ લાગ્યો છે જાણો આ વિષે વધુ અહીં...

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન, તેમના પિતા કૃષ્ણ રાય, તેમની માતા વૃંદા રાય અને તેમના ભાઇ આદિત્ય રાય વર્ષ 2005માં બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડમાં એક કંપની એમિક પાર્ટનર્સ લિમિટેડના ડાયરેક્ટર્સ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2008માં આ કંપનીના પૂર્ણ થતા પહેલા એશનું સ્ટેટસ કંપનીના શેયરહોલ્ડર તરીકેનું હતું.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ચાર વિદેશી શિપિંગ કંપનીઓ જેમાંથી એક બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડ અને ત્રણ બહમાસમાં છે તેના નિર્દેશક હતા. આ કંપનીઓની સ્થાપના વર્ષ 1993માં થઇ હતી. ડોક્યુમેન્ટ મુજબ કંપનીની અધિકૃત ફાઇનાન્સ 5,000 અમેરીકી ડોલરથી લઇને 50,000 હતો. પણ હકીકતમાં તેનું મિલિયન ડોલર્સનું લેનદેન હતું.

સમીર ગહલૌત

સમીર ગહલૌત

ઇન્ડિયા બુલ્સના માલિક સમીર ગહલૌતની લંડનમાં પરિવારના નામ પર ત્રણ સંપત્તિઓ છે. તે સિવાય સમીરની પાસે દિલ્હી, કરનાલ, ન્યૂજર્સી, બહ્માસ અને યુકેમાં પણ પ્રોપર્ટીઝ છે. આ તમામ પ્રોપર્ટીઝ એસજી ગ્રુપ્સ ઓફ ટ્રસ્ટના નામે 2012માં શરૂ થઇ હતી.

કેપી સિંહ

કેપી સિંહ

ડીએલએફના માલિક કેપી સિંહની પણ વર્જિન આઇલેન્ડમાં એક સંપત્તિ છે જે વર્ષ 2012માં તેમણે તેમની પત્ની ઇંદ્રા કેપી સિંહને કો શેયરહોલ્ડર બનાવીની ખરીદી હતી. તે પછી તેમણે બે કંપનીઓની શરૂઆત તેમના પુત્ર રાજીવ સિંહ અને પુત્રી પિયા સિંહના નામે લીધી હતી. આ પરિવારના ત્રણ વિદેશી વેંચર્સની સંપત્તિ કુલ મળીને 10 મિલિયન ડોલર્સ છે.

ગદ્દાફીથી લઇને અસદનું નામ

ગદ્દાફીથી લઇને અસદનું નામ

આ ડોક્યુમેન્ટમાં 72 દેશોનો વર્તમાન અથવા તો પૂર્વ રાષ્ટ્રઅધ્યક્ષો નામ પણ આ કંપની સાથે જોડાયેલા છે તેવું જાણવા મળ્યું છે. જેમાંથી અનેક તાનાશાહ છે જેમના પર પોતાના દેશને લૂંટવાનો આરોપ છે. આ ડોક્યુમેન્ટમાં ઇજિપ્તના પૂર્વ તાનાશાહ હોસ્ની મુબારક, લીબિયાના પૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફી અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના પરિવાર અને તેમના સહયોગીના નામો પણ છે.

રાષ્ટ્રપતિ પુટિન

રાષ્ટ્રપતિ પુટિન

આ ડોક્યુમેન્ટમાં અરબો ડોલરની હેરાફેરી કરનાર એક રેકેટ વિષે ભાળ મળી છે. જેનો સંબંધ રશિયન બેંકથી છે. આ બેંકમાં રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુટિનના નજીકના સહયોગી પણ જોડાયેલા છે. આ બેક છે બેંક ઓફ રશિયા જેની પર યુક્રેન સંકટ પછી અમેરિકા અને યુરોપિયન યુનિયને બેન લગાવ્યો હતો.

કેવી રીતે પુટિન પર લાગ્યો આરોપ

કેવી રીતે પુટિન પર લાગ્યો આરોપ

આ ડોક્યુમેન્ટ વિષે પહેલી વાર ત્યારે ખબર પડી જ્યારે આ બેંકનું કામ કાજ બહાર આવ્યું. બેંક વિદેશમાં હાજર કંપનીઓ દ્વારા પૈસા લગાવતું હતું. આમાંથી બે કંપનીઓ અધિકારિક રીતે તે લોકોની છે જે પુટિનના નજીકના મિત્રો છે. તેમનું નામ છે સર્ગેઇ રોલ્ડૂગિન જે નાનપણથી જ પુટિનના મિત્ર છે અને તેની પુત્રી મારિયાના ગોડફાધર પણ છે.

કેવી રીતે થાય છે ચોરી

કેવી રીતે થાય છે ચોરી

વિદેશી કંપનીઓ તેવા દેશ જેમકે પનામામાં સ્થિત હોય છે. અને તે પોતાના જ ટેક્સ નિયમોને ફોલો કરે છે. જેના કારણે તેમને પોતાના દેશ કરતા ઓછો ટેક્સ આપવા પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X