કેવી હતી પાકિસ્તાની મહિલા સીમા હૈદરની પહેલી લવ સ્ટોરી, સાઉદીથી પહેલા પતિએ વીડિયો જારી કરીને જમાવ્યુ

પાકિસ્તાની મહિલા સીમા હૈદરને લઈને ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સાથે એટીએસ સહિતની એજન્સીઓ પણ એક્શનમાં છે. આ એક્શન વચ્ચે હવે તેના પુર્વ પતિએ એક વીડિયો જારી કરીને તેની પહેલી લવ સ્ટોરીનો ખુલાસો કર્યો છે.

પાકિસ્તાનથી આવીને સચિન મીણાને મળ્યા બાદથી આ લવ સ્ટોરીમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. હવે 2019 થી સાઉદીમાં રહેતા સીમા હૈદરના પહેલા પતિ ગુલામ હૈદરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગુલામ હૈદરે તેની અને સીમા હૈદરની લવ સ્ટોરી વિશે જણાવ્યુ છે.

Seema Haider

જો કે આ પહેલો વીડિયો નથી. આ પહેલા પણ ગુલામ હૈદરનો એક વીડિયો સામે આવ્યો હતો. એ વીડિયોમાં તેને ભારત સરકારને સીમા હૈદર અને તેના ચાર બાળકોને પાકિસ્તાન પરત મોકલવા વિનંતી કરી હતી.

હવે ગુલામ હૈદરે એક ઈન્ટરવ્યુ જણાવ્યુ છે કે તેની અને સીમાની મુલાકાત કેવી રીતે અને ક્યારે થઈ હતી. ગુલામે કહ્યું કે, અમે મિસ્ડ કોલ દ્વારા વાત કરી હતી. મેં એક નંબર અજમાવ્યો અને સીમાએ ફોન ઉપાડ્યો. જ્યારે અમે ફોન પર વાત કરતા ત્યારે અમે એકબીજાને ઓળખતા ન હતા. જે બાદ અમે કોટ બંગલાની દરગાહ પર મળવાનો પ્લાન બનાવ્યો. આ અમારી પહેલી મુલાકાત હતી.

ગુલામ હૈદર આગળ જણાવે છે કે, અમે સિંધના અબનશાહમાં મળ્યા અને બંને રિલેશનશિપમાં આવી ગયા. વાતચીત બાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યુ. જે બાદ અમે પરિવારજનોને જાણ કર્યા વગર 2014 માં જેકોબાબાદમાં કોર્ટ મેરેજ કર્યા.

ગુલામ હૈદરે આગળ કહ્યું કે, અમે ત્રણથી ચાર મહિના સુધી વાત કર્યા પછી તરત લગ્ન કરી લીધા. અમે લગ્ન કર્યા ત્યાં સુધી મેં મારી પહેલી પત્નીને આ વિશે જણાવ્યું ન હતું. સીમાના કહેવાથી અમે જેકોબાબાદ ગામ છોડીને કરાચી આવી ગયા. અહીં મેં પથ્થર અને ટાઇલનું કામ કર્યું, પૈસા કમાવવા માટે રિક્ષા પણ ખેંચી. પછી હું પૈસા કમાવવા સાઉદી અરેબિયા ગયો.

ગુલામ હૈદરે જણાવ્યું કે, લગ્ન પછી મને ખબર પડી કે કોટ બંગલામાં સીમાનો મોટો પરિવાર છે. જ્યાં તેના કાકા, મામા, પિતા, ભાઈ-બહેન બધા રહે છે. સીમાને એક ભાઈ અને ત્રણ બહેનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X