For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

H1B વિઝા: ભારતીયો માટે રાહતના સમાચાર, નહીં છોડવું પડે અમેરિકા

સોમવારે યુએસ ટ્રંપ પ્રશાસન દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે, તેઓ એવું કોઇ પરિવર્તન કરવા નથી જઇ રહ્યાં, જેનાથી હજારો એચ1બી વિઝા ધારકોને અમેરિકા છોડીને જવાની ફરજ પડે.

By Shachi
|
Google Oneindia Gujarati News

સોમવારે યુએસ ટ્રંપ પ્રશાસન દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે, તેઓ એવું કોઇ પરિવર્તન કરવા નથી જઇ રહ્યાં, જેનાથી હજારો એચ1બી વિઝા ધારકોને અમેરિકા છોડીને જવાની ફરજ પડે. આ ઘોષણ બાદ ખાસ કરીને ભારતીયોને મોટી રાહત થઇ છે. આ પહેલાં ખબર આવી હતી કે, ડોનાલ્ડ ટ્રંપ સરકાર એક એવા પ્રસ્તાવ પર કામ કરી રહી છે, જેને કારણે અમેરિકામાં એચ1બી વિઝા પર રહી ગ્રીન કાર્ડ માટે પ્રયત્ન કરી રહેલા ઉચ્ચ શ્રેણીના કુશળ કારીગરોનો મોટો ઝાટકો મળી શકે છે. અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર,વિદેશી લોકો માટે એચ1બી વિઝા જોવાવાળી એજન્સિ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ(યુએસસીઆઈએસ)નું કહેવું છે કે, તેઓ આ પ્રકારના કોઇ પણ પરિવર્તન પર વિચાર નથી કરી રહ્યાં, જેને કારણે એચ1બી વિઝા ધારકોને દેશ છોડવો પડે.

America

યૂએસસીઆઈએસ અનુસાર, સેક્શન AC-21ના 104(C) જે વિદેશી નાગરિકો યુએસમાં છ વર્ષથી વધારે સમય રહેવાની પરવાનગી આપે છે. ટ્રંપ સરકારે આઇટી પ્રોફોશનલને મળનાર એચ1બી વિઝા નિયમોમાં પરિવર્તનની વાત કરી હતી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના બાય અમેરિકા, હાયર અમેરિકન હેઠળ લગભગ 5,00,000થી 7,50,000 એચ1બી વિઝા ધરાવતા ભારતીયોને અમેરિકા છોડવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઇશકે એમ હતું. જો આમ થાય, તો એની સૌથી વધુ અસર ભારતીય પરિવારો પર થાય એમ હતું. જો કે, હવે આ ઘોષણા બાદ યુએસ જઇને કામ કરવાનું સપનું જોતાં ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે. અનેક અમેરિકન આઈટી કંપનીઓ, ફેસબૂક, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં લાખો ભારતીયો કામ કરે છે.

English summary
Huge relief for Indians as drops draconian H-1B visa proposal by Trump administration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X