બાંગ્લાદેશમાં હિન્દુઓને મળી વોટિંગ કરવાની સજા, હજારો શિબિરોના આશરે

Posted By:
Subscribe to Oneindia News

ઢાકા, 7 જાન્યુઆરી: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો વિરોધ કરી રહેલી વિપક્ષી બાગ્લાદેશી નેશનલીસ્ટ પાર્ટી અને પ્રતિબંધિત સંગઠન જમાત શિબિરે હવે ત્યા રહી રહેલા હિન્દુઓ પર નિશાનો સાધવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિ એ છે કે રવિવારે થયેલી ચૂંટણી બાદથી સતત દેશના ઘણા રાજ્યોમાં હિન્દુ વસ્તી પર સંગઠીત હુમલાઓ થઇ રહ્યા છે. તેમના ઘરો અને દુકાનોને લૂંટવામાં આવી રહ્યા છે. ક્યાંક મંદીર તો ક્યાંક શિબિરોમાં આસરો લઇને બેઠેલા આ લોકો પાછા ઘરે જવાથી ડરે છે, કેમકે સરકાર તેમની સુરક્ષાનું આશ્વાસન આપી નથી શકતી.

બાંગ્લાદેશના સમચાર પત્ર ડેલી સ્ટાર અનુસાર રવિવારે વોટિંગના બીએનપી અને જમાત શિબિરના લોકોએ હિન્દુઓને લૂંટી લીધા અને તેમના ઘરોને આગ લગાવી દીધી. હિંસાની આ ઘટનાઓ ઠાકુરગામ, દિનાજપુર, રંગપુર, બોગરા, ચિટગોંગ જેવા વિસ્તારોમાં થઇ. આ હિંસક ઘટનાને પગલે લોકોને 1971ની હિંસા યાદ આવી ગઇ તે સમયે પણ સેના સમર્પિત કટ્ટરપંથિઓએ હિન્દુ વસ્તીને નિશાનો બનાવીને આવી રીતે જ હુમલો કર્યો હતો.


bangladesh
આ અંગે અભયનગરના વિસ્વજીત સરકારે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે 1971માં પાકિસ્તાની સેના અને રજાકરોએ તેમના ગામમાં આગ લગાવી દીધી હતી. હવે 2014માં પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રમખાણકર્તાઓએ માછીમાર વિસ્વજીતની દુકાન અને ઘરને આગ લગાવી દીધી અને તેના માછલી પકડવાની જાળને પણ આગ લગાવી દીધી.

જમાતના કટ્ટરપંથીઓએ માયારાણી નામની એક વૃદ્ધા કામવાળી સ્ત્રી પર પણ રહેમ કર્યો નહીં. તેનું બધું જ લૂંટી લીધું. અહીં સુધી તેની ઝોપડીમાં રાખેલા પાંચ કિલો ચોખા પણ લૂંટીને લઇ ગયા. માયારાણીએ જણાવ્યું કે તેની પાસે શરીરને ઢાંકવા માટે માત્ર એક સાડી બચી છે.

English summary
Hundreds of Hindus attacked in post poll violence in Bangladesh take shelter in temples.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.