For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના હવાઈ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને ઇમર્જન્સી મિટિંગ બોલાવી

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા અને તેના 40 જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યા હતા.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા અને તેના 40 જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યા હતા. લોકોમાં ગુસ્સો હતો અને તેઓ વારંવાર સરકાર સામે બદલો લેવાની માંગ કરી રહ્યા હતા. હવે આખરે મંગળવારે ભારતે બદલો લઇ લીધો છે. ખબર આવી રહી છે કે મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદ ના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. લગભગ 12 જેટલા મિરાજ ફાઈટર જેટ સીમા પાર દાખલ થયા અને આતંકી ઠેકાણા બરબાદ કરીને પાછા આવ્યા.

pakistan

આ હુમલા અંગે પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ આઇએસપી આર ડીજી મેજર જનરલ આસિફ ગફુર ઘ્વારા કેટલીક ફોટો જાહેર કરવામાં આવી છે. આ ફોટો પણ જાતે પાકિસ્તાને આ વાતની પુષ્ટિ કરી છે કે ભારતીય વાયુ સેનાએ અહીં હુમલા કર્યા છે.

આ પણ વાંચો: જ્યાં લાદેન સંતાયો હતો, તેની નજીક જઈને મિરાજે બૉમ્બ માર્યા

તેવી સ્થિતમાં રેડિયો પાકિસ્તાન ઘ્વારા જાણકારી આવી રહી છે કે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુજાદ કુરેશી ઘ્વારા ઇસ્લામાબાદમાં ઇમર્જન્સી મિટિંગ બોલાવી છે, જ્યાં સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે લગભગ 21 મિનિટ સુધી ચાલેલી આ એર સ્ટ્રાઇક કાર્યવાહીમાં જેટ્સ સાથે મીડ એડ રિફ્યુલર બૉમ્બ, અલી વોર્નિંગ જેટ્સ અને ડ્રોન્સ પણ તેનો હિસ્સો હતા.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક: પીઓકેમાં ભારતીય વાયુસેનાએ આટલું નુકશાન કર્યું

PoKમાં એર સ્ટ્રાઈક બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક શરૂ થઇ છે. આ બેઠકમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, નાણામંત્રી પણ હાજર રહ્યા છે. સૂત્રો અનુસાર મિરાજ જેટ્સ ઘ્વારા લેઝર ગાઇડેડ બૉમ્બ પીઓકે કેમ્પ પર ફેંકવામાં આવ્યા. આ જેટ્સ પૂંછથી ટેક ઓફ થયા હતા. આપને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં એક મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. પુલવામાં હુમલાના 12 દિવસ પછી ભારત ઘ્વારા પીઓકે સ્થિત આતંકી ઠેકાણે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

English summary
iaf jets crossed loc and destroyed jaish camps, emergency meeting in pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X