For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યાં લાદેન સંતાયો હતો, તેની નજીક જઈને મિરાજે બૉમ્બ માર્યા

પુલવામાં હુમલાના 12 દિવસ પછી ભારત ઘ્વારા પીઓકે સ્થિત આતંકી ઠેકાણે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પુલવામાં હુમલાના 12 દિવસ પછી ભારત ઘ્વારા પીઓકે સ્થિત આતંકી ઠેકાણે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે એલઓસી પાર કરીને જેશ-એ-મોહમ્મદ ઠેકાણા પર 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા અને કેટલાય આતંકી ઠેકાણા તબાહ કરી નાખ્યા. જેટ્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત પોતાની સીમામાં પરત આવી ગયા છે.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક: પીઓકેમાં ભારતીય વાયુસેનાએ આટલું નુકશાન કર્યું

બાલાકોટ પાકિસ્તાનના એબટાબાદથી 60 કિલોમીટર દૂર

બાલાકોટ પાકિસ્તાનના એબટાબાદથી 60 કિલોમીટર દૂર

આપણે જણાવી દઈએ કે બાલાકોટ પાકિસ્તાનના એબટાબાદથી 60 કિલોમીટર દૂર છે. એબટાબાદ તે વિસ્તાર છે, જ્યાં ઓસામા બિન લાદેન સંતાયો હતો. બાલાકોટમાં જેશ-એ-મોહમ્મદનો સૌથી મોટો ટ્રેનિંગ કેમ્પ હતો. તેવી સ્થિતિમાં આ એર સ્ટ્રાઇક એક મોટી સફળતા માનવામાં આવી શકે છે. મળતી ખબર અનુસાર એર ફોર્સના ફાઈટર જેટ્સ ઘ્વારા જેશનું કંટ્રોલ રૂમ આલ્ફા-3 ઉડાવી દીધું હતું.

JeM નું કંટ્રોલ રૂમ નષ્ટ

JeM નું કંટ્રોલ રૂમ નષ્ટ

એએનઆઈ અનુસાર, બાલાકોટના આતંકી ઠેકાણાંને ભારતીય વાયુ સેનાએ નષ્ટ કરી નાખ્યું છે. મળતી ખબર અનુસાર ભારતીય વાયુ સેનાએ એલઓસી પાર બાલાકોટ, ચકોથી અને મુજફ્ફરાબાદના આતંકી લોન્ચ પેડ નષ્ટ કરી નાખ્યા છે. ભારતીય વાયુ સેનાના હુમલામાં JeM નું કંટ્રોલ રૂમ નષ્ટ થયું છે. પરંતુ ભારતીય વાયુ સેનાના તરફથી હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું.

પીઓકે માં જોરદાર હુમલા

પીઓકે માં જોરદાર હુમલા

સૂત્રો અનુસાર મિરાજ જેટ્સ ઘ્વારા લેઝર ગાઇડેડ બૉમ્બ પીઓકે કેમ્પ પર ફેંકવામાં આવ્યા. આ જેટ્સ પૂંછથી ટેક ઓફ થયા હતા. આ જેટ્સ સાથે મીડ એડ રિફ્યુલર બૉમ્બ, અલી વોર્નિંગ જેટ્સ અને ડ્રોન્સ પણ તેનો હિસ્સો હતા. બીજી બાજુ PoKમાં એર સ્ટ્રાઈક બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક શરૂ થઇ છે. આ બેઠકમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, નાણામંત્રી પણ હાજર રહ્યા છે.

English summary
air strike in pok, Balakot is 60 km from Abbottabad, where Bin Laden was hiding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X