અંતરિક્ષમાં આઇસક્રિમની લિજ્જત માણશે સુનિતા વિલિયમ્સ

એક પ્રાઈવેટ સ્પેસફ્લાઈ કંપની સ્પેસએક્સ દ્વારા નિર્મિત 'ધ ડ્રૈગન કેપ્સુલ' નામના આ માલવાહક અંતરિક્ષ યાને રવિવારે અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેપ કાનાવેરાલ હવાઈ અડ્ડા પરથી ઉડાન ભરી હતી. આવું પ્રથમવાર બન્યું છે કે નાસાએ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કેંન્દ્ર સામગ્રી મોકલવા માટે કોઈ પ્રાઈવેટ કંપનીના રોકેટનો ઉપયોગ કર્યો હોય.
આ વિમાનમાં 454 કિ.ગ્રા સામાન અંતરિક્ષ કેંન્દ્ર માટે મોકલવામાં આવ્યો છે, જેમાં પ્રાયોગિક હાર્ડવેર, કપડાં, ભોજન અને એક ફ્રિજનો સમાવેશ થાય છે, જેમાં આઈસ્ક્રીમ પણ છે. એટલે કે ઘણા દિવસો પછી અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન પર હાજર અંતરિક્ષ યાત્રીઓ આઇસક્રિમની લિજ્જત માણશે અને કપડાં બદલશે.












Click it and Unblock the Notifications
