For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇમરાન ખાનની પાર્ટીના વરિષ્ઠ નેતાની ગોળી મારી હત્યા

|
Google Oneindia Gujarati News

imran khan
કરાચી, 19 મે : પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પાર્ટીની સંસ્થાપક સદસ્ય જેહરા શાહિદ હુસૈનની તેમના ઘરની બહાર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. કરાચીના એક ચૂંટણી વિસ્તાર માટે યોજનાર પૂન:મતદાનના એક દિવસ પહેલા આ ઘટના ઘટી છે.

ડિફેન્સ ફેઝ ચાર વિસ્તારમાં શનિવારે રાત્રે 60 વર્ષીય જેહરાને બે અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારી દીધી. હોસ્પિટલમાં લઇ જતી વખતે તેમનું મોત થઇ ગયું. જેહરાને પાર્ટી કાર્યકર્તા મા સમાન ગણતા હતા. તેઓ પાર્ટીની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની સદસ્ય અને સિંધ શાખાની ઉપાધ્યક્ષ હતી.

હત્યારાઓ ઘટના બાદ બાઇક પર સવાર થઇને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા. એક પોલીસ અધિકારીએ જિયો ન્યૂઝને જણાવ્યું કે હુમલાખોરોએ જેહરાના ઘરના દરવાજાની સામેથી તેમની પર ગોળીબાર કર્યો. માટે સ્પષ્ટ છે કે તેઓ અહીં તેમને જ નિશાન બનાવવા માટે આવ્યા હતા.

પૂર્વ ક્રિકેટ ખેલાડી અને રાજનેતા ઇમરાન ખાને ઘટનાના તુરંત બાદ એમક્યૂએમ પાર્ટીના અધ્યક્ષ અલ્તાફ હુસૈનને હત્યાના જવાબદાર ગણાવ્યા છે. હોસ્પિટલમાં ભર્તી ઇમરાને એક નિવેદનમાં કહ્યું કે હું હત્યા માટે અલ્તાફ હુસૈનને જવાબદાર ગણાવું છું, કારણ કે તેમણે 11 મેના રોજ સાર્વજનિક રીતે પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના કાર્યકર્તાઓ અને નેતાઓને ધમકી આપી હતી.

English summary
Imran Khan blames MQM for the killing of his party's senior leader.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X