For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર મામલે પાકિસ્તાન લાલચોળ, ભારત સાથેના વ્યાપારિક સંબંધ ખતમ કર્યા

કાશ્મીર મામલે પાકિસ્તાન લાલચોળ, ભારત સાથેના વ્યાપારિક સંબંધ ખતમ કર્યા

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ રાજ્યના પુનર્ગઠનથી પાકિસ્તાન લાલચોળ થયું છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપારને સસ્પેન્ડ કરી દીધો છે. સાથે જ પાકિસ્તાને ભારત સાથે રાજનૈતિક સંબંધને પણ ઘટાડી લીધા છે. પાકિસ્તાને આ ઉપરાંત ધમકી પણ આપી છે કે તેઓ આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ જશે. આ ઉપરાંત પાકિસ્તાને 15 ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસને કાળો દિવસના રૂપમાં મનાવવાનો ફેસલો લીધો છે.

imran khan

બુધવારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક બોલાવી હતી, જેમાં કેબિનેટે જમ્મુ કાશ્મીરમાં ભારત દ્વારા હાલમાં જ ઉઠાવવામા આવેલ પગલાને જોતા કેટલાય મહત્વના ફેસલા લીધા. જેમાં આર્ટિકલ 370ને હટાવવાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કર્યો. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સમિતીની બેઠમાં ફેસલો લેવામાં આવ્યો કે ભારત સાથે ડિપ્લોમેટિક રિલેશન્સને ડાઉનગ્રેડ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત પાકિસ્તાને ભાત સાથે દ્વિપક્ષીય વ્યાપાર પર રોક લગાવી દીધી છે. હવે પાકિસ્તાન ભારત સાથેની દ્વિપક્ષીય સમજૂતીઓની સમીક્ષા કરશે. પાકિસ્તાની સૂત્રો મુજબ સરકાર ભારતમાં પોતાના ઉચ્ચઆયુક્ત નહિ મોકલવાનો ફેસલો કરી શકે છે. જેઓ આ મહિને ચાર્જ લેનાર હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને પણ પાકિસ્તાન છોડવા માટે કહેવામાં આવી શકે છે. પાકિસ્તાને આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ જવાની પણ ધમકી આપી છે.

જણાવ દઈએ કે ભારતે સંવધાનના અનુચ્છેદ 370ના એવા પ્રાવધાનને ખતમ કરી દીધા છે જેના અંતર્ગત જમ્મુ અને કાશ્મીરને કેટલાય પ્રકારનો વિશેષાધિકાર મળતો હતો. આ ઉપરાંત રાજ્યને 2 કેન્દ્રશાસિત ભાગ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવી દીધો. અગાઉ મંગળવારે નેશનલ એસેમ્બલીના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું હતું કે હું પહેલા જ આ અનુમાન લગાવી શકું છું કે તેઓ અમારા પર ફરીથી વાર કરવાનો પ્રયાસ કરશે. તેઓ ફરીથી અમારા પર હુમલો કરી શકે છે અને અમે ફરીથી જવાબી કાર્યવાહી કરીશું. તેમણે કહ્યું કે ત્યારે શું થશે? તેઓ અમારા પર હુમલો કરશે અને અમે જવાબ આપશું અને યુદ્ધ બંને રીતે થઈ શકે છે. પરંતુ જો અમે યુદ્ધ લડીશું તો અમારા લોહીની આખરી બુંદ સુધી લડીશું. તો એ યુદ્ધ કોણ જીતશે?

આ પણ વાંચો- પંચતત્વમાં વિલીન થયાં સુષ્મા સ્વરાજ, દીકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની વિધિ કરી

English summary
imran khan reacted on kashmir matter, suspend bilateral trade
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X