
પંચતત્વમાં વિલીન થયાં સુષ્મા સ્વરાજ, દીકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની વિધિ કરી
નવી દિલ્હીઃ ગત રાત્રે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં નિધન થઈ ગયું. સુષ્માના નિધન પર દેશ અને દુનિયાના મોટા નેતાઓએ દુખ વ્યક્ત કર્યું. બુધવારે સાંજે દિલ્હીના લોધી રોડ સ્થિત શવદાહ ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી. રાજનૈતિક સન્માન સાથે સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિલ્હી અને હરિયાણામાં બે દિવસીય રાજકીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહથી લઈ તમામ દિગ્ગજ લોકોએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલને જોતા જ રડી પડ્યા. પીએમ મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની આંખો પણ નમ હતી.
સુષ્મા સ્વરાજના પાર્થિવ શહેરને બાજપ મુખ્યાલયમાં બપોરે ત્રણ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જે બાદ અંતિમ યાત્રા લોધી રોડ સ્થિત શવદાહ ગૃહ સુધી પહોંચી. ભાજપ મુખ્યાલયથી જ્યારે સુષ્મા સ્વરાજના પાર્થિવ શહરીરને લઈ જવામાં આવ્યું તો રાજનાથ સિંહ, જેપી નડ્ડા, રવિશંકર પ્રસાદ અને પીયૂષ ગોયલે તેમને કંધો આપ્યો.
સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બાબા ામદેવ, પૂર્વ પીએમ મનમોહન સિંહ, ભાજપ સાંસદ હેમા માલિની, કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી, દિલ્હીના લે. ગવર્નર અનિલ બૈજલ, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, બસપા પ્રમુખ માયાવતી, કૈલાશ સત્યાર્થી, સપા સાંસદ રામ ગોપાલ યાદવ સહિત કેટલીય હસ્તીઓ પહોંચી. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે તેઓ મને રક્ષાબંધન પર બહુ યાદ આવશે.
સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો, તેમના પિતાનું નામ હરદેવ શર્મા અને માતાનું નામ લક્ષ્મી દેવી હતું, તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ સભ્ય રહ્યા હતા. સુષ્મા સ્વરાજનો પરિવાર મૂળ રૂપે લાહોરના ધરમપુર ક્ષેત્રના નિવાસી હતા, તેમણે અંબાલાના સનાતન ધર્મ કોલેજથી સંસ્કૃતિ અને રાજનૈતિક વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ વિદેશમંત્રી રહ્યા.
આ 7 બાબતોમાં સુષ્મા સ્વરાજ હંમેશા રહ્યા First, કોઈ નથી તોડી શક્યુ આ રેકોર્ડ